MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

નારણકા ગામના સરપંચની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી તાલુકાના નારણકા ગામે અનુ.જાતિ મહિલા સરપંચ હોવાના કારણે જાતિવાદ અને ચુંટણીના સમીકરણોના કારણે સરપંચ સાથે અણછાર્યું વતન થતું હોવાની મુખ્યમંત્રીને પત્ર લખી લેખિત રજૂઆત કરવામાં આવી છે.

નારણકા ગામના અનુ.જાતિ મહિલા સરપંચ ભાણીબેન બોખાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને લેખિતમાં જણાવ્યું હતું કે, નારણકા ગામની સરપંચ તરીકે હાલ હું કાર્યરત છું, અભણ અજ્ઞાત હોવાથી અમુક કામગીરી જેમાં હુ પહોંચી ના શકું તેમાં સરપંચ તરીકેનો કાર્યભાર મારી સાથે મારો દિકરો અમિત બોખાણી સંભાળે છે. જે હંમેશા મારી સાથે રહીને ગામના કાર્યમાં મને મદદરૂપ બને છે. હું અનુ.જાતિ મહિલા હોવાના કારણે અને ઉમરના કારણે થકાન રહેતી હોવાથી તમામ જગ્યાએ હાજરી ના આપી શકું જેથી ગામના કોઈપણ કાર્યમાં મારો દિકરો અમિત ઉપસ્થિત રહે છે. હું નારણકા ગ્રામ પંચાયતની અનામત સીટ પર ચુંટણી જીતીને આવી છું. નારણકા ગામમાં સૌથી વધુ વસ્તી સવર્ણોની છે. જેમા પણ બે ભાગલા છે જેથી મારી સામે ચુંટણી લડેલ અમરતબેન ધનજીભાઈ બોખાણીના સમર્થન નારણભાઈ ભીખાભાઈ મેરજા તરીકેના વ્યકિતએ તેઓને ચુંટણી જીતાડવા ખૂબ મહેનત કરી પરંતુ તેઓ ચુંટણી હારી ગયેલ જેથી નારણકા ગામના વિકાસના કાર્યમાં નારણભાઈ ભીખાભાઈ મેરજા અમોને અવરોધ રૂપ બને છે.

વધુમાં તેમણે લેખિતમાં જણાવ્યું હતું કે, નારણકા ગામના વિકાસ કાર્યોની ગ્રાન્ટ માટે થોડા સમય પહેલા મોરબી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયાને મારો પુત્ર રૂબરૂ મળવા ગયેલ ત્યારે જયંતિભાઈએ કહ્યું હતું કે, નારણકા ગામને કોઈપણ ગ્રાન્ટની માંગણી કરવા આવો ત્યારે નારણકા ગામના અમારા ભાજપના આગેવાન નારણભાઈ ભીખાભાઈ મેરજાને સાથે લઈને આવવું તો જ ગ્રાન્ટ અને કામો થશે. જેવા અપમાનજનક શબ્દો કહી મારા પુત્રનું અપમાન કર્યું હતું. ત્યારબાદ વિધાનસભાની ચુંટણીમાં ટંકારા પડધરી બેઠક પર દુર્લભજીભાઈ દેથરીયા ચુંટાઈને આવ્યા જે બેઠકનો સમાવેશ નારણકા ગામમાં થતો હોવાથી અમારા ધારાસભ્ય છે. તેઓને મારા પુત્ર અમિતે શુભકામનાઓ માટે ટેલીફોનીક વાત કરી અને નારણકા ગામના વધુમાં વધુ વિકાસના કાર્યમાં આપ સાથ સહકાર આપો તેવી માંગણી કરી. જ્યારે દુર્લભજીભાઈ દેથરીયાએ ચુંટણીને આડી લાવીને ચુંટણી દરમિયાન તમારા ગામમાંથી મારા તરફી ઓછું મતદાન થયું છે. અને જે પણ મતદાન થયું તે પ્લોટ વિસ્તારમાંથી થયું હોવાનું કહ્યું જેથી તમારા કીધે હું કોઈ કામ નહીં કરૂં તેવો જવાબ આપ્યો હતો. જ્યારે હાલમાં જ અમારા ગામમાં મોહનભાઈ કુંડારિયાની ગ્રાન્ટમાંથી બેસવા માટેના બાંકડા મોકલવામાં આવ્યા હતા. જેની જાણ સરપંચ તરીકે મને પણ કરવામાં આવી નહોતી. અને નારણભાઈ મેરજાએ કાગળ ઉપર પોતાની સહી કરી બેસવાના બાંકડા પ્લોટ વિસ્તાર તથા રબારી વાસમાં મુકેલ જ્યારે અનુ.જાતિ વિસ્તારમાં એક પણ બાંકડો મુકવામાં આવ્યો નહીં. જેથી આવનાર કોઈપણ નારણકા ગામમાં થતાં કાર્ય થા ગ્રાન્ટ વિશે અમોને જાણ કરવામાં આવે તથા આ અંગે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!