AHAVADANG

ડાંગ જિલ્લામા યોજાયો વડાપ્રધાનશ્રીનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે આયોજિત ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમના છટ્ઠા સંસ્કરણમાં જિલ્લાના હજારો વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પાઠશાળામાં જોડાયા હતા.
આહવાના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ સહિત કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગાવિત, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વિજય દેશમુખ, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નરેન્દ્ર ઠાકરે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા ‘પરીક્ષા પે ચર્ચા’ (છઠ્ઠી આવૃતિ) કાર્યક્રમ અંતર્ગત વિધાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ઈન્ટરેક્ટિવ પ્રોગ્રામ દેશભરમા યોજાયો હતો. જેમાં ડાંગ જિલ્લા ખાતે તમામ શાળાઓ, સહિત તાલુકા અને જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમનુ જીવંત પ્રસારણ કરાયું હતું. જેમાં જિલ્લા કક્ષાના આહવા ખાતેના કાર્યક્રમમા અંદાજીત ૨૦૦૦ થી વધુ વિધાર્થીઓ જોડાયા હતા.
આ સાથે વઘઈનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-વઘઈ ખાતે યોજાયો હતો. જેમા મહાનુભાવો તરીકે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, પ્રમુખશ્રી અને ઉપપ્રમુખ શ્રી તાલુકા પંચાયત-વઘઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમા અંદાજીત ૧૦૦૦ થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
આ ઉપરાંત સુબીર તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-સુબીર ખાતે યોજાયો હતો. જેમા મહાનુભાવો તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખશ્રી સહિત કારોબારી સમિતિના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમા અંદાજીત ૧૦૦૦ થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતી.

Back to top button
error: Content is protected !!