INTERNATIONAL

રશિયાએ યુક્રેન પર 55 મિસાઈલ થી હુમલો કર્યો

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન જર્મનીએ 25 જાન્યુઆરીએ પોતાની લેપર્ડ-2 ટેન્ક યુક્રેનને આપવાનો નિર્ણય કર્યો છે. જે બાદ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે. ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, 25-26 જાન્યુઆરીએ રશિયાના સૈનિકોએ યુક્રેનના શહેરો પર 55 મિસાઈલ ઝીંકી હતી. જેમાં 12 લોકોના મોત થયા હતા.

યુક્રેન એરફોર્સે દાવો કર્યો છે કે તેણે 55 માંથી 47 મિસાઈલોને તોડી પાડી છે. યુક્રેન સ્ટેટ ઇમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર રાજધાની કિવમાં 20 મિસાઇલો પડી હતી. એક અધિકારીએ જણાવ્યું કે ખેરસોન, હલેવાખા સહિત 11 વિસ્તારોમાં મિસાઈલો પડી, જેમાં 35 ઈમારતો નષ્ટ થઈ ગઈ. આ દરમિયાન અન્ય 11 લોકો ઘાયલ થયા હતા.

Back to top button
error: Content is protected !!