NANDODNARMADA

કુંવરપરા પેટ્રોલપંપ પાસે બાઈક ડીવાઈડર સાથે ભટકાતા ચાલકનું ઘટના સ્થળે મોત

કુંવરપરા પેટ્રોલપંપ પાસે બાઈક ડીવાઈડર સાથે ભટકાતા ચાલકનું ઘટના સ્થળે મોત

બાઈક ચાલક પુર ઝડપે હંકારતા ડીવાઈડર સાથે ભટકાયો, હવામાં ફંગોળાઈ સામે સાઈડ એસટી બસમાં અથડાતાં મોત

રાજપીપળા: જુનેદ ખત્રી

નાંદોદ તાલુકાના કુંવરપરા પેટ્રોલપંપ પાસે બાઈક ડીવાઈડર સાથે ભટકાતા ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે બાઈક ચાલક પુર ઝડપે હંકારતા ડીવાઈડર સાથે ભટકાયો અને હવામાં ફંગોળાઈ સામે સાઈડ આવતી એસટી બસમાં અથડાતાં મોત નિપજ્યું છે

મોટર સાયકલ નંબર GJ 22 N 0573 ના ચાલક મિનેષભાઈ હરેન્દ્રભાઈ વસાવા પોતાની મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી મોટર સાયકલનું બેલેન્સ ગુમી જતા મોટર સાયકલ ચાલક પ્રથમ ડીવાઈરના કટની પાળી સાથે અપડાતા ઉચે ફંગોળાઇને રોડની રોગ સાઇડે ચાલુ દોડતી એસટી બસ સાથે ડ્રાઈવર સાઇડના બોનેટ સાથે અથડાતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું છે ઘટના બાદ રાજપીપળા પો.મથકના પી આઇ પોતાના કાફલા સાથે સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!