HALOLPANCHMAHAL

હાલોલ: સ્વામી નારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે વસંતપંચમી અને ૭૪ માં પ્રજાસત્તાક પ્રવની ઉજવણી કરાઇ.

તા.૨૭.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ સ્વામી નારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે વસંતપંચમી તેમજ ૭૪ માં પ્રજાસત્તાક દિવસની ઊજવણી હર્ષ ઉલ્લાસ અને ભકિતભાવ પૂવઁક કરવામાં આવી હતી.જેમાં ભકિતનૃત્ય,મીરાબાઇ, મહાદેવ, શ્રીકૃષ્ણ નાં કિતઁન વિધાથીઁઓએ રજુ કર્યા હતા. તેમજ દેશભક્તિનાં ગીત પણ રજુ થયા હતા સાથે અંગ્રેજી,ગુજરાતીમાં પ્રવચન થયા હતા.આ પ્રસંગે મંદિર નાં સંત પ.પૂ.સંતપ્રસાદ સ્વામીએ શાળાની કાર્ય પધ્ધતિની સમજ આપી આવનાર સમયમાં શાળાનું આયોજન કેવુ રહેશે તેપણ જણાવ્યું હતું.સમગ્ર કાયઁક્રમની સભા સંચાલનનું કામ શાળાનાં જ ધો.૧૦ નાં વિધાથીઁ પ્રાણેશે કર્યુ હતું. આ પ્રસંગે સ્વામી નારાયણ મંદિર નાં સંત શ્રી કેશવ સ્વરૂપ દાસ મહારાજ અને મુખ્ય મહેમાન સંતોમાં આશુતોષ સ્વામીજી પણ ઊપસ્થિત રહ્યા હતા.સમગ્ર શાળાનાં વિધાથીઁઓને આદરણીય રેખાબાએ મોકલેલ સુંદર પાઉચમાં હનુમાન ચાલીસા મૂકીને તમામ શાળાનાં વિધાથીઁઓને આપવામાં આવ્યા હતા.તેમજ પ્રથમ ક્રમાંક આવનાર વિધાથીઁઓને શ્રીમદ ભગવદ્ગીતાજી અને પ્રમાણપત્ર આપ્યા હતા.સમગ્ર શિક્ષકગણનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ સાફ સૂફી વિભાગનાં પણ કમઁચારીઓનું સન્માન ગરમ ધાબળા સાથે પૂષ્પ ગુચ્છ આપી કર્યુ હતું.છેલ્લે તમામ પધારેલા વાલીઓ અને વિધાથીઁઓ માટે નાસ્તા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!