KUTCHMUNDRA

એઇડ્સ સાથે જીવતા લોકો પ્રત્યે હમદર્દી બતાવી મદદરૂપ થવું એ સમાજની નૈતિક જવાબદારી

૨૮-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

મુન્દ્રા કચ્છ :- મુન્દ્રાની બી. એડ. કોલેજના યુવાનોમાં એઇડ્સ પ્રત્યે જાગૃતિ લાવવા રેડ રિબીન ક્લબ દ્વારા કાર્યક્રમ યોજાયો.ગુજરાત રાજ્ય એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એઇડ્સ રોગના નિયંત્રણ માટે યુવાનોમાં જાગૃતિ લાવવા અવનવા કાર્યક્રમો યોજવામાં આવે છે જે અંતર્ગત અંજારના સેવાનિધિ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં મુન્દ્રાની બી.એડ. કોલેજના તાલીમાર્થીઓમાં એઇડ્સ અંગે જાગૃતિ લાવવા રેડ રિબીન ક્લબ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.પ્રારંભમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતા કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ. વી. ફફલે વિદ્યાર્થીઓને અસાધ્ય એવા એઇડ્સનો રામબાણ ઈલાજ માત્ર વૈજ્ઞાનિક જાણકારી, જન જાગૃતિ અને લોક શિક્ષણ હોઈ ભાવિ શિક્ષકોને સમાજના લોકોમાં “સાવચેતી એ જ સલામતી” અંગે જાગૃતિ આવે એ માટે પ્રયત્નો કરવા અપીલ કરી હતી.સેવાનિધિ ટ્રસ્ટના પ્રોગ્રામ ઓફિસર કિંજલભાઈ બુધ્ધભટ્ટીએ એઇડ્સ રોગના લક્ષણો, ફેલાવાના કારણો, તકેદારીના પગલા અંગે વિસ્તૃત જાણકારી આપતા આ રોગની કોઈ દવા કે રસી શોધાઈ ન હોવાનું જણાવી એઇડ્સ સાથે જીવતા લોકો પ્રત્યે હમદર્દી બતાવી તેમને મદદરૂપ થવાની સમાજની નૈતિક જવાબદારી હોવાની વાત કરી હતી. જ્યારે સુરેશભાઈ ચૌહાણએ એઇડ્સ અંગે તમામ સરકારી દવાખાનામાં યોગ્ય માર્ગદર્શન અને નિદાનની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ હોવાની માહિતી આપતા “જાગૃત રહીએ, સ્વસ્થ રહીએ”ની વાત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રાધ્યાપક ડો. દીપકભાઈ પંડ્યાએ જ્યારે આભારવિધિ રૂચિબેન સીતાપરાએ કરી હતી.

Back to top button
error: Content is protected !!