JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢના આરોગ્ય અધિકારીનો ચરમશીમાએ પહોંચેલ વાણી વિલાસ થયો વાયરલ

શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા આ બનાવમાં મહિલા આરોગ્ય અધિકારી સામે થઈ પોલીસ ફરિયાદ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભૂતકાળમાં છાપરે ચડેલા એક સમયના મેડિકલ ઓફિસર અને હાલમાં જિલ્લા આરોગ્ય અધિકારી તરીકેના પદભારના ચાર્જમાં રહેલ શિલ્પા જાવીયા સામે જૂનાગઢના એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી અને આ ફરિયાદ અંગેનો અહેવાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા આરોગ્ય અધિકારી અકળાયા હતા અને ફરિયાદ કરનાર અને અહેવાલ આપનાર સામે અડધી રાતે ટેલિફોનિક વાતચીત કરી રીતસરનો વાણી વિલાસ કરી ભૂંડી ગાળો આપી હતી આ વાત સોશિયલ મીડિયામાં વાયરલ થતા આરોગ્ય અધિકારી સતાના અથવા કોઈ અજ્ઞાત મદમાં ચકચૂર હોય તેવું લોકોને લાગી રહ્યું હતું.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર હાલ જૂનાગઢના જિલ્લા પંચાયતના જિલ્લા આરોગ્ય અધિકારીના ચાર્જમાં રહેલ શિલ્પા. એસ.જાવીયા સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવી જૂનાગઢના જાગૃત નાગરિક વિરલ જોટવા દ્વારા જિલ્લા પંચાયત સહિત રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને સંબોધીને ફરિયાદ કરવામાં આવી હતી, જે વાતનો અહેવાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પ્રથમ ગઈકાલે સાંજના સુમારે આરોગ્ય અધિકારી દ્વારા વિરલ જોટવાને ફોન કરી અહેવાલ ખોટો હોવાનું જણાવ્યું હતું.ત્યારે પણ વિરલ જોટવા દ્વારા તેમની પાસે સક્ષમ આધાર પૂરાવા હોવા સાથે તેમના વિભાગમાં જાણકારી મેળવી લેવા જણાવાયું હતું બાદમાં ફરીથી અડધી રાત્રે આજ અધિકારી એક મહિલાને ન છાજે તે રીતે બેફામ વાણી વિલાસથી ભૂંડી ગાળો સાથે વિરલ જોટવાને ફોન ઉપર ધમકાવેલ આ સંદર્ભે પણ વિરલ જોટવા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે આ ઘટનાને લઈને જૂનાગઢની તબીબી આલમ સહિત શહેરભરમાં આ વાણી વિલાસનો ઓડિયો વાઇરલ થતા ચકચાર સાથે ચર્ચાનો માહોલ જામ્યો છે.

Back to top button
error: Content is protected !!