KUTCHMUNDRA

ઘૂંટણ- ઈજાગ્રસ્થ કચ્છી યુવતી પાવર લીફટીંગમાં રાષ્ટ્રીય ચેમ્પીયન બની

૨૮-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

મુન્દ્રા કચ્છ :- તાજેતરમાં ઔરંગાબાદ ખાતે પાવર લીફટિંગ ઇન્ડિયાના નેજા હેઠળ યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીએ સુવર્ણચંદ્રક અંકે કરી ગુજરાત અને કચ્છનું નામ રોશન કર્યું છે.મુન્દ્રા ખાતે રહેતી નેહલ મનીષ પંડયા એ ગત 19 મી જાન્યુઆરી ના ઔરંગાબાદ ખાતે માસ્ટર ગ્રુપ માટે યોજાયેલી નેશનલ પાવર લીફટિંગ સ્પર્ધામાં 57 કિલો ની વજન કક્ષા માં હરિયાણા પંજાબ તથા કેરળની ૧૨ યુવતીઓ ને માત આપી પોતાનું અવ્વલ મેળવ્યું હતું,પરંતુ પંજાબ ની રિતુ કૌર સાથેનાથી ખરા ખરી ના જંગમાં નેહલે 750. ગ્રામ વધુ વજન લિફ્ટ કરીને પોતા અને ગુજરાત માટે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો.એની આ સિદ્ધિ એ રીતે ગૌરાન્વીન્ત બની રહે છે કે નેહલ ને એક વરસ પહ્રલા ગત 10મી જાન્યુઆરીના એક અકસ્માત માં તેના જમણા પગના ઘૂંટણનો લીગામેન્ટ ટેન્ડલ ફાટી ગયો હતો પણ તેને અસહ્ય પીડા છતાં સર્જરી કરાવી ના હતી અને માત્ર ણે માત્ર માત્રા આહાર, ફિજીયોથેરાપિસ્ટ માર્ગ અપનાવ્યો હતો અને જાણીતા પોવેર લીફ્તેર નીખીલ મહેશ્વરી નું માર્ગદર્શન મેળવ્યું હતું.નેહલ એ જણાવ્યા હતું ગત માર્ચ મહિના માં દેશલપર વાંઢાય ખાતે યોજાયેલી એક શિબિરમાં વક્તા નિખિલ ભાઈ મહેશ્વરી સાથે પરિચય થયો. જેમાં નિખિલભાઈ એ એનેસ્થેસિયાં લીધા વિના કરાયેલી 2 મોટી સર્જરી અને બ્લડ કેન્સર ને માત્ર 10 દિવસ ની અવધિ માં માત આપી 45 દિવસ ના ટૂંકા ગળા માં પોતાનું વજન વધારી ને રાષ્ટ્રીય કક્ષા ની પાવર લિફટીગ સ્પર્ધા માં ગોલ્ડ મેડલ મેળવી સ્ટ્રોંગ મેન નો ખિતાબ મેળવ્યો હતો આ ઘટના થી પ્રભાવિત થઈ નિખિલભાઈ ના માર્ગદર્શન હેઠળ તૈયારી કરવા લાગી, ઓપરેશન વગર લીગામેન્ટ 7 માસ માં જોઈટ થઈ ગયો દુખાવો બંધ થઈ ગયો પછી એક માસ જિમ માં સખત મહેનત કરી આ સિદ્ધિ મેળવેલ છે.તબીબી જગત માં માની ન સકાય એ બાબત ને નેહલે શક્ય કરી બતાવી છે. તબીબો એ જમણા પગના ઘૂંટણનો ઓપરેશન કરી અને 6માસ સુધી આરામ કરવા ની સલાહ આપી હતી પરંતુ નેહલએ તબીબોની સલાહ ને અવગણી ને ઓપરેશન વગર માત્ર 3 મહિના માં ચાલતી થઈ ગઈ હતી. નેહલ ના કોચ અને ડાયટ્રિસિયન નિખિલ મહેશ્વરી ના માર્ગદર્શન હેઠળ આહાર માં પરિવર્તન લાવી, છેલ્લા એક માસ જિમ ની સખત ટ્રેનીંગ લઈ રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવેલ છે, આ માટે તેમને તેમના પતિ મનીષનો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો તેવું જણાવ્યું છે. 360 જિમ ના માલિક જયદીપ ભાઈ ગોરસિયાએ નેહલ નું મનોબળ જોઈને જિમ ની ફી પણ માફી આપી હતી,

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!