DEDIAPADANARMADA

UPL Ltd.CSR અંતર્ગત ડેડિયાપાડા સહીત નર્મદા જિલ્લા નાં 8 FPO નાં સંચાલકો અને સભાસદો ની નાસિક મુકામે એક્સપોર્ઝર વિઝિટ(તાલીમ) આપવામાં આવી હતી

 


તાહિર મેમણ : નર્મદા જિલ્લામાં કાર્યરત્ યુ પી એલ. લી. માં નર્મદા ક્લસ્ટર વિકાસ પ્રોજેક્ટ દ્વારા હાલ વિવિધ ખેડૂત વિકાસ અને આજીવિકા વૃદ્ધિ હેતું વિવિઘ કામગીરીઓ કરવામા આવી રહી છે જેના હેઠળ નર્મદા જિલ્લા નાં 8 કાર્યરત ખેડૂતો ની પોતાની કંપની (FPO) નાં ડિરેક્ટર શ્રી અને સંયોજક ખેડૂતો સાથે વિવિઘ ગ્રામ્ય સરપંચશ્નીઓ સહિત ખેડૂત લક્ષી પાક વૃદ્ધિ અને બીઝનેસ કૌશલ્ય સાથે નાણાકીય વ્યવસ્થાપન માટે મહારાષ્ટ્ર રાજ્ય નાં નાસિકનાં “યુવામિત્ર” સંસ્થા મુકામે યુ. પિ.એલ. સી એસ.આર. દ્વારા ત્રણ દિવસીય એક્સપોરઝર વિઝિટ નું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં ત્રણ તાલુકા જે નાંદોદ, ડેડિયાપાડા, સાગબારા તાલુકાના 8 FPO નાં સંચાલકો એ ભાગ લીધો હતો.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!