AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાત માં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ

ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે જેના પગલે સામાન્ય જનજીવન ઠૂંઠવાયુ ગયુ છે ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજ્યાના કેટલાય વિસ્તારમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે અમદાવાદમાં પણ સવારથી ધુમ્મસ વાળું વાતાવરણ વચ્ચે આકાશમાં ઘેરાયા વાદળો ઘેરાયા હતા જેના પગલે હવે શહેરમાં પણ કમોસમી વરસાદ પડ્યો  અમદાવાદમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છે જેમાં નારોલ, લાંભા અસલાલી, રામોલ, ન્યુ મણીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જેના પગલે માર્ગો પણ ભીના થઈ ગયા છે.

ભાવનગરમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. વહેલી સવારે વાતાવરણમાં પલટો અવ્યા બાદ માવઠું થયું. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે. કેમ કે, શિયાળુ પાક પલળી જતા પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પડી શકે છે. આગાહી મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ પવન સાથે હળવા વરસાદની સંભાવના છે. તેમજ કમોસમી વરસાદ પડે તો પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેવા શક્યતા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!