DANGWAGHAI

વઘઇ નવસારી એડિશનલ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટ દ્વારા ઉચાપતનાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાની વઘઇ નવસારી એડિશનલ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટ દ્વારા ઉચાપતનાં આરોપીને યોગ્ય પુરાવાનાં અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો.પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી નામે અનિલભાઈ દેવરામભાઈ ગાઈન.ઉ.33 ધંધો નોકરી-ફરજ મોફુકી રે.ચીખલદાનાઓ વઘઇ તાલુકાની સાકરપાતળ બ્રાન્ચમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા હતા.તેમની ફરજનાં સમયગાળા દરમિયાન તેઓએ આર.ડી.ખાતામાં ખાતેદારોએ જમા કરાવેલ નાણા તિજોરીમાં જમા કરાવવાની જગ્યાએ પોતાના અંગત કામ અર્થે રૂ.97,800 તેમજ બી.ઓ એકાઉન્ટ ની ઉઘડતી સીલક રૂ.1,19,236 મળી કુલ 2,17,036 વેડફી નાખી ઉચાપત કરી ગુનો કરતા તેઓ વિરુદ્ધ ફરીયાદીએ જે તે સમયે વઘઇ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા વઘઇ પોલીસની ટીમે ઈપીકો કોડની કલમ 408 મુજબનો ગુનો નોંધ્યો હતો.અને આ ગુનાનાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરાઈ હતી.આ કેસ વઘઇ નવસારીની એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલતા ફરીયાદી પક્ષે એ.પી.પી.એચ.સી.બાગુલ અને આરોપી પક્ષે જે.બી.કુંવરે પુરાવાઓ રજૂ કરી દલીલો કરી હતી.આ કેસમાં વઘઇ નવસારી એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસની કોર્ટનાં વિદ્વાન ન્યાયાધીશ સમક્ષ આરોપી તરફે વકીલ જે.બી.કુંવરનાઓએ ધારદાર દલીલો કરી પુરાવાઓ રજૂ કરતા અહી વિદ્વાન ન્યાયાધીશે તમામ પુરાવાઓ લક્ષમાં રાખતા આ ગુનાનાં કામે હાલનાં આરોપીને કસૂરવાર ઠરાવી શકાય એવો કોઈ સ્પષ્ટ,સચોટ,અને સંતોષકારક પુરાવો જણાઈ આવેલ ન હોય ફરીયાદ પક્ષ આરોપી વિરુદ્ધનાં આક્ષેપો નિશંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ નીવડેલ હોય ઉપરોક્ત મુદા.ન.1નો નિર્ણય નકારમાં આપી મુદા ન.2 પરત્વે આ કામનાં આરોપી એવા અનિલભાઈ દેવરામભાઈ ગાઈનનાઓને ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 248(1)અન્વયે ઈ.પી.કો કોડની કલમ 409 મુજબનાં શિક્ષાને પાત્ર ગુનામાંથી પુરાવાનાં અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો દાખલારૂપ ચુકાદો આપ્યો હતો.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!