NAVSARI

નવસારીના શાહિદ ચોક ખાતે વનમંત્રી મુકેશ પટેલએ શ્રમિક યોજનાના ભોજન કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ નવસારીના શહીદ ચોક કડિયાનાકા, ખાતેથી વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે સાત્વિક ભોજન આપતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ભોજન કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો.સમાજના છેવાડાના માનવી સુધી સરકારની યોજના પહોંચે
અને અંત્યોદયનું લક્ષ્ય સિદ્ધ થાય તે માટે આ પહેલ છે. – વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ નવસારીમાં જિલ્લામાં ત્રણ કડિયાનાકાઓ ખાતેથી અન્નપૂર્ણા યોજના હેઠળ ભોજનકેન્દ્રોનો પ્રારંભ.
શ્રમિકોને ભોજનની સાથે આરોગ્યની જાળવણી અર્થે ધન્વંતરિ રથનો પણ લાભ મળશેઃ

નવસારી -શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આજરોજ નવસારી જિલ્લાના ત્રણ કડિયાનાકા ખાતેથી રૂા.૫ માં સાત્વિક ભોજન આપતી ‘‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’’ હેઠળ ભોજન કેન્દ્રોનો શુભારંભ થયો હતો. જે પૈકી શહીદ ચોક કડિયાનાકા ખાતેથી વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભોજન કેન્દ્રનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે તેમની સાથે નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહયાં હતાં. આ અવસરે મંત્રીશ્રી અને મહાનુભાવોએ આત્મિયતાના ભાવ સાથે શ્રમિકોને ભોજન પીરસ્યું હતું.
આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગરીબ અને શ્રમિકોના કલ્યાણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે માત્ર રૂા.૫ ના રાહતદરે ભોજનનો સ્વાદ માણી શકશે. સમાજના છેવાડાના માનવી સુધી સરકારની યોજના પહોંચે અને અંત્યોદયનું લક્ષ્ય સિદ્ધ થાય તે માટે આ પહેલ છે.રાજ્ય સરકારે શ્રમિકોને ભોજનની સાથે આરોગ્યની દરકાર રાખીને તેઓના કલ્યાણ માટે ધનવંતરિ આરોગ્ય રથો પણ શરૂ કર્યા છે.
નવસારી જિલ્લામાં ડાયમન્ડ સર્કલ રેલવે સ્ટેશન પાસેનું કડિયાનાકા અને બિલીમોરા રેલવે સ્ટેશન પાસેનું કડિયાનાકા પર અન્નપૂર્ણા યોજના હેઠળ ભોજનકેન્દ્રોનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, શ્રમિક કલ્યાણ બોર્ડની આ યોજના હેઠળ બાંધકામ શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ મારફતે પોતાના પુરા પરિવાર માટે એક સમયનું ભોજન મળશે. દરેક શ્રમિક પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઈ ભોજનનો લાભ મેળવી શકશે. શ્રમિકોને પોતાના ટિફીનમાં અથવા જમવા માટે ભોજન આપવામાં આવશે. જે શ્રમિકો પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોઇ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમિકની હંગામી નોંધણી થાય છે અને ૧૫ દિવસ સુધી ભોજન મેળવી શકે છે. આ યોજનાના નિયંત્રણ અને સંચાલન માટે બનાવવામાં આવેલા પોર્ટલમાંથી જ બાંધકામ શ્રમિકોને ટોકન આપવામાં આવે છે. આ પોર્ટલ સી.એમ.ડેશબોર્ડ અને જનસંવાદ સાથે ઈન્ટીગ્રેશન કરવામાં આવેલું છે.

બોક્ષ આઈટમ
શ્રમિકો માટે ઈ -નિર્માણ કાર્ડ નોંધણી પ્રક્રિયા
પાત્રતા : 18 થી 60 વર્ષની ઉંમર ,બાંધકામ ક્ષેત્રમાં છેલ્લા 12 માસમાં 90 દિવસથી વધુ સમય માટે કામગીરી કર્યા અંગેનું પ્રમાણપત્ર
નોંધણી માટેનું સ્થળ : eNirman એપ્લિકેશન અથવા www.enirmanbocw.gujarat.gv.in પર જઈ સ્વ-નોંધણીની સુવિધા ઉપલબ્ધ, રાજ્યના તમામ સર્વિસ સેન્ટર ,ઈ -ગ્રામ કેન્દ્ર અને ધનવંતરિ આરોગ્ય રથ પર પણ નોંધણીની સુવિધા ઉપલબ્ધ છે
જરૂરી દસ્તાવેજો : આધારકાર્ડ, ઉંમરનો પુરાવો, બાંધકામ ક્ષેત્રમાં 90 દિવસથી વધુ સમય કામગીરી અંગેનું સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર, વ્યવસાયનું સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર, બેન્ક ખાતાની વિગત અને રેશન કાર્ડ યોજનાકીય લાભ સરળતાથી મેળવવા માટે જરૂરી .(મરજિયાત)
કોણ -કોણ બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરાવી શકે : કડિયા ,પ્લમ્બર ,ઈલકેટ્રીસીયન , સુથાર ,લુહાર ,વાયરમેન, કલરકામ કરનાર .લિફ્ટ ઇન્સ્ટોલ કરનાર ,ફેબ્રીકેશન કરનાર ,ઈંટો-નલિયા બનાવવનાર ,વેલ્ડર ,સ્ટોન કટિંગ -ક્રશિંગ કરનાર .

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!