HALOLPANCHMAHAL

જાંબુઘોડા કુમારશાળા ખાતે પારુલ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ફ્રી મેગા કેમ્પ યોજાયો.

તા.૨૯.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

જાંબુઘોડા કુમારશાળા ખાતે પારુલ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ફ્રી મેગા કેમ્પ યોજાયો હતો.લાયન્સ કલબ ઓફ વડોદરા શાંગ્રિલા તથા લાયન્સ કલબ ઓફ હાલોલના સહિયારા સહયોગથી યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે હાલોલનાં ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, દિનેશભાઈ સુથાર લીઓન્સ D.G. પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી મયંકકુમાર દેસાઈ, જાંબુઘોડા ના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ, જાંબુઘોડા ભાજપા પ્રમુખ સુભાષભાઈ બારીયા,તાલુકા પંચાયત પ્રમુખ કવિતાબેન બારીયા, મહામંત્રી ભાવસિંગભાઈ બારીયા, તેમજ તાલુકા મહામંત્રી તખતસિંહ બારીયા સહિત પારુલ યુનિવર્સિટી માંથી વધારેલા ડોક્ટર સ્ટાફ હાજર રહી જાંબુઘોડા તાલુકા કુમારશાળા ખાતે પારુલ યુનિવર્સિટી અને પારુલ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ફ્રી મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મેડિસિન, પંચકર્મ, સ્ત્રી રોગ, સલ્ય સર્જરી,બાળક રોગ, આંખના રોગ,જેવા અનેક રોગો થી પીડાતા દર્દીઓ માટે મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો અને આ કેમ્પમાં 200 થી 250 જેટલા લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો અને આયુર્વેદિક દવાઓ આપવામાં આવી હતી.જ્યારે વધુ પડતી સારવારની જરૂર હોય તેવા દર્દીઓ માટે કેમ્પના બીજા દિવસે કેમ્પ સ્થળે થી પારુલ હોસ્પિટલ ખાતે લઈ જવા માટે ની પણ ઉત્તમ સગવડ કરવામાં આવી હોય તેમજ દર્દીને હોસ્પિટલ ઉપર લઈ જઈને તમામ જરૂર પડતી તમામ પ્રકારની ચેકઅપ ફ્રી માં કરી આપવામાં આવશે સાથે સાથે દર્દીઓને ત્યાં જમવા માટેની પણ પૂરેપૂરી સગવડો કરવામાં આવશે અને ચેકઅપ થયા બાદ હોસ્પિટલ થી ઘરે પરત આવવા માટેની પણ પૂરેપૂરી સગવડ કરવામાં આવી છે તેવું નીતિન ભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે જાંબુઘોડા કુમાર શાળા ખાતે રાખવામાં આવેલા ફ્રી ચેક અપ કેમ્પ માં અનેક લોકોએ લાભ લીધો હતો આ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન લાયન્સ કલબ ઓફ વડોદરા શાંગ્રેલા તેમજ લાયન્સ કલબ ઓફ હાલોલ ના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પારુલ યુનિવર્સિટી નો પણ સહિયોગ મળતા પારુલ યુનિવર્સિટી નો પણ લાયન્સ કલબના કાર્યકરો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ જાંબુઘોડા ભાજપા ના કાર્યકરો નો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!