LIMBADISURENDRANAGAR

લીંબડી નેશનલ હાઈવે પર ટ્રકમા ભીષણ આગ લાગતા બળીને ખાખ

તા.29/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આજે વહેલી સવારે એક ટ્રકમાં અચાનક આગ લાગી અને એ આગ લાગતાની સાથે જ ટ્રક અને તેમાં ભરેલા માલ આગમાં ખાખ થઇ જવા પામ્યો છે ત્યારે લીંબડી અમદાવાદ હાઈવે ઉપર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને વાહન વ્યવહાર પણ થંભાવી દેવામાં આવ્યો હતો અને કલાકો સુધી આ ટ્રકમાં લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને તેની જ્વાળાઓ ઉંચે ઊંચે સુધી જોવા મળતી હતી ત્યારે આ અંગેની જાણકારી આપવામાં આવતા લીમડી નગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા ત્યારે આગ વિકરાળ બની ગઈ હતી અને ટ્રક પણ આગમાં ખાક થઈ જવા પામ્યો હતો ત્યારે ઘટના સ્થળ ઉપર પોલીસ પણ પહોંચી હતી અને તાત્કાલિક અસરે એક સાઈડમાં વાહનોને પસાર કરવામાં આવ્યા હતા ધીરે ધીરે ટ્રાફિક વ્યવસ્થા પણ પુર્વત કરાવવામાં આવી હોવાનું જાણવા મળે છે ત્યારે આ ટ્રકમાં પેપર રોલ ભરેલા હતા અને પેપર રોલ ભરી અને મોરબીથી મહારાષ્ટ્રમાં ટ્રક જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના રળોલ ગામ પાસે સર્જાવા પામી છે ત્યારે ટ્રકની સાથોસાથ પેપર સળગી અને કાફ થઈ જવા પામ્યા છે ત્યારે મોટી નુકસાની થવા પામી હોવાનું પણ જાણવા મળે છે.

Back to top button
error: Content is protected !!