NANDODNARMADA

નર્મદા જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા એલસીબી પીઆઇ અલ્પેશ પટેલને DGP ના હસ્તે પ્રસંશા પત્ર એનાયત

નર્મદા જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા એલસીબી પીઆઇ અલ્પેશ પટેલને DGP ના હસ્તે પ્રસંશા પત્ર એનાયત

2021- 22 વર્ષ દરમિયાન નર્મદા જિલ્લામાં ફરજ બજાવી ચૂક્યા છે એલસીબી પીઆઈ અલ્પેશ પટેલ

“DGP’s Commendetion Disc – 2021″ નો તા.27 મી જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે પોલીસ તંત્ર દ્વારા એવોર્ડ એનાયત કાર્યક્રમ યોજાયો હતો

નર્મદા : જુનેદ ખત્રી

DGP’s commendetion Disc – 2021” માં ઉત્કૃષ્ટ અને સરાહનીય પોલીસ સેવાઓ બદલ સમગ્ર ગુજરાતમાંથી અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી કરી તા.27/01/2023 ના રોજ ગાંધીનગર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પસંદગી પામેલા અધિકારીઓને પ્રસંશા પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં વર્ષ 2021- 22 દરમિયાન ફરજ બજાવતા નર્મદા એલસીબી પીઆઈ અલ્પેશ પટેલને પણ તેમની કામગીરી બદલ આ પ્રશંસા પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વર્ષ 2021-22 દરમિયાન નર્મદા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) મા પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા અલ્પેશ પટેલ પ્રમાણિક અને હોંશિયાર અધિકારી તરીકેની છાપ ધરાવતા અને સુપરકોપ તરીકે ઓળખાતા પો.ઈન્સ. અલ્પેશ પટેલએ પોતાના ફરજ કાળ દરમિયાન નર્મદા જિલ્લામા નાના મોટા ગુનાઓનો ભેદ ઉકેલવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમની LCB પો.ઇન્સ તરીકેના ત્રણ વર્ષના કાર્યકાળમા એ એમ પટેલે ગુનેગારોમા ભય પ્રસરાવી દીધો હતો. અને પોતાની ટેકનીકલ સ્કિલ અને પોતાના સ્ટાફના મજબૂત ઇન્ફોર્મેશન નેટવર્ક અને વિશ્વાસુ જવાનોની સંયુક્ત કામગીરીએ નર્મદા જિલ્લાને મહદઅંશે ગુનાખોરી મુક્ત કરવામાં સફળતા મેળવી હતી.

ત્યારે તેમની આ કુશળ કામગીરી ધ્યાને લઈ તા. 27 મી જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે એકેડમી કરાઈ પોલીસ સમિટ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં DGP’s commendetion Disc – 2021 માં સમગ્ર ગુજરાતમાંથી શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ પૈકી વર્ષ 2021-22 માં નર્મદા જિલ્લા એલસીબીમાં ફરજ દરમિયાન કરેલી પ્રશંસનીય કામગીરી બદલ પોલીસ ઇન્સ્પેકટર અલ્પેશ પટેલને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય (DGP) દ્વારા પ્રસાંશા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!