LIMBADISURENDRANAGAR

વડોદ ગામના પાટીયા નજીક સ્કોર્પિયો કારમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ.

તા.29/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

દારૂની બોટલ નંગ 360 તથા બિયર ટીન નંગ 240 કિ.રૂ.1,71,500 તથા સ્કોર્પિયો ગાડી કિ.રૂ.2,00,000 એમ કુલ મળીને કિ.રૂ.3,71,500 નો મુદ્દામાલ ઝડપાયો.

સુરેન્દ્રનગર એલસીબી ટીમને જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે,માલવણ હાઇવે તથા દસાડા,પાટડી હાઇવે રોડ ઉપર ખાસ પેટ્રોલિંગ હાથ ધરી વાહન ચેકિંગ કરી પરિણામ લક્ષી કામગીરી કરવા માર્ગદર્શન મુજબ એલસીબી ટીમના પીઆઇ વી વી ત્રિવેદી, પીએસઆઇ વી આર જાડેજા,પો.હે.કો. હિતેશભાઈ જેસીંગભાઇ, અમરકુમાર કનુભા, ચમનભાઈ સહિત સમગ્ર ટીમ દ્વારા જોરાવરનગર પોલીસ સ્ટેશનના વડોદ ગામના પાટીયા પાસે વાહન ચેકિંગ કામગીરીમાં એક શંકાસ્પદ સ્કોર્પિયો ગાડી નં જીજે 03 ડીએન 1116 વાળી નીકળતા ગાડીને ઇશારો કરી રોકવાનો પ્રયત્ન કરતા સ્કોર્પિયો ગાડી રોકાયેલ નહિ પરંતુ ફૂલ ઝડપે હંકારે મારેલ જે ગાડીનો ફિલ્મી ઢબે ગાડીની પાછળ સરકારી વાહન સાથે પીછો કરતા સ્કોર્પિયો ગાડી રાજકોટ હાઇવે તરફ એકાદ કી.મી હાઇવે રોડ ઉપર ડિવાઇડર વચ્ચે આવી જતા સ્કોર્પિયો ગાડીના ચાલક પોતાની ગાડી મૂકી અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળ બન્યા હતા જેથી પંચોના માણસોને બોલાવી ડિવાઈડર વચ્ચે ફસાયેલી સ્કોર્પિયો ગાડીમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 360 કિ.રૂ.1,47,500 તથા બિયર ટીન નંગ 240 કિ.રૂ.24,000 એમ મળી કિ.રૂ.1,71,500 તથા સ્કોર્પિયો ગાડી કિ.રૂ.2,00,000 એમ કુલ મળીને કિ.રૂ.3,71,500 ના મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!