MEHSANAVIJAPUR

વિજાપુર કલાર્કની પરીક્ષા આપવા આવેલા પરિક્ષાર્થીઓ પેપર ફૂટવા ના કારણે નિરાશ થઈ પરત ફર્યા

વિજાપુર કલાર્કની પરીક્ષા આપવા આવેલા પરિક્ષાર્થીઓ પેપર ફૂટવા ના કારણે નિરાશ થઈ પરત ફર્યા
વારંવાર પેપર ફૂટવાના કારણે યુવાનો ને નુકશાન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની શાળાઓમાં દૂર દૂરથી કારકુનની પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓને પરીક્ષાનું પેપર ફૂટી જવાના કારણે વહેલી સવારે તેમજ પરીક્ષાની રાત્રીએ રોકાયેલા યુવકોને પરત જવા નો વારો આવતા તેઓ નિરાશ બન્યા હતા અને સરકાર ની કોઈ સાવચેતી ના હોવાને કારણે તેઓએ કરેલી વર્ષની મહેનત પાણી ફરી જતા પરીક્ષાર્થીઓ માં સવાલો ઉઠ્યા હતા આ અંગે યુવા તનજીલઅલી સૈયદે જણાવ્યું હતુકે કારકુનની પરીક્ષા માટે આગલા દિવસ થી લોકો દૂર ના ગામડા તાલુકાઓ માંથી આવ્યા હતા કેટલાક સામાજિક આગેવાનોએ સહકાર આપી બહાર ગામના લોકોને આશરો આપ્યો હતો તો કેટલાક એસટી માં ભાડુ ખર્ચીને વહેલી સવારે આવ્યા હતા પરંતુ એકા એક પેપર ફૂટી જવા ની બીના સામે આવતા પરીક્ષાર્થીઓ વિમાસણ માં મૂકાઈ ગયા હતા સરકાર પેપર ફોડનારા સામે હવે પગલાં ભરી યુવા વર્ગના ભાવિ સાથે ખિલવાડ કરતા ગુનેગારો ને ઝડપી પાડીને આકરી સજા થાય તે માટે કાર્યવાહી કરવી જરૂરી છે શું સરકાર ગુનેગારો સામે કાર્યવાહી કરશે ખરા તેવા પરિક્ષાર્થીઓમાં સવાલો ઉઠ્યા હતા

Back to top button
error: Content is protected !!