DEDIAPADA

પેપર ફૂટ્યું… કાયદેસર ની કાર્યવાહી કરી આરોપી ને સજા આપો ડેડીયાપાડા ધારાસભ્ય 

પેપર ફૂટ્યું… કાયદેસર ની કાર્યવાહી કરી આરોપી ને સજા આપો ડેડીયાપાડા ધારાસભ્ય

તાહિર મેમણ : ડેડીયાપાડા સહિત રાજ્યભરમાંથી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમા હતાશા નજરે પડ્યા.

આમ આદમી પાર્ટીના ચૈત્રર વસાવા તરત તેમની પડખે આવ્યા અને કાયદેસરની કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને ન્યાય આપવા વિનંતી અથવા તો આવેદનપત્ર સાથે વિધાનસભા ઘેરાવની ચીમકી

પ્રાપ્ત વિગત મુજબ આજે ડેડીયાપાડા ખાતેથી જે વિદ્યાર્થીઓ સુરત જિલ્લામાં પરીક્ષા હતી તેવો પહેલી સવારે પાંચ વાગ્યે ઊઠીને પરીક્ષા આપવા માટે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા તરફ જઈ રહ્યા હતા અને રસ્તામાં જ તેમને સમાચાર મળ્યા કે તેમનું પેપર ફૂટ્યું છે અને પરીક્ષા રદ થઈ છે જેથી ડેડીયાપાડા ના વિદ્યાર્થીઓ માં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો સાથે વિદ્યાર્થીઓમાં હતાશા છવાઈ ગઈ હતી પરંતુ ખૂબ જ ભારે આકરો સાથે વિદ્યાર્થીઓ સરકારની સામે નારાજ જોવા મળી હતી? તો કેટલાક સરકારે જ આમાં મિલીભગત છે તેઓ પણ આક્ષેપ કર્યા હતા જેમાં વિદ્યાર્થીઓ ડેડીયાપાડા ના વિદ્યાર્થીઓ માં અમૃતભાઈ વસાવા વિશાલ પટેલ નયન વસાવા સહિત 100 થી 150 જેટલા વિદ્યાર્થીઓએ રસ્તામાં જ આક્રોશ ઠાલવ્યો હતો અને સરકારના આવા નકામા તંત્રને બરખાસ્ત કરીને નવી જ ગૌણ સેવા પસંદગીની ભરતી કરવાની માંગ કરી હતી અને આ લોકોને જેલ ભેગા કરવા જોઈએ કારણકે વર્ષોથી આ જ રીતે પેપરો ફૂટ્યા કરે છે અને વિદ્યાર્થીની કારકિરદી રગડોરાઈ રહી છે અને કેટલાક વિદ્યાર્થીઓ ભારે હૈયે ત્યાં રડવાનું પણ શરૂ કરી દીધું હતું અને કરુણ દ્રેશ્યો સર્જાયા હતા ડેડીયાપાડા ના વિદ્યાર્થીઓ સહિત ડેડીયાપાડા ખાતે પરીક્ષા આપવા આવેલા વિધાર્થી ઓ પરીક્ષા પહેલાજ પેપર લીક થયુછે ત્યારે છોટાઉદેપુર થી જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના નારાજગી જોવા મળી હતી

 

 

box 1 ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આ ભરોસાની ભાજપ સરકાર પર જનતાએ વિશ્વાસ મૂક્યો પણ એક એવી પરીક્ષા સક્ષમ નહિ થઈ કે જે પેપર ફૂટ્યા વગર રહી હોય, ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે બેરોજગારના ગરીબ માતા પિતા એ tc પેટે પાટા બાંધીને ખેત મજૂરી કરીને ભણાવ્યા છે એમના ભવિષ્ય સાથે ચેળા કરતે આ ભરોસાની ભાજપ સરકાર ને હું કહેવા માગું છું કે પેપર લીક કરનારા સામે કડકમાં કડક કાયદો બનવો જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જો કડક કાર્યવાહી ના થાય તો આવનાર સમયમાં અમે આવેદનપત્ર તો આપીશું જ પરંતુ વિધાનસભા નો પણ ઘેરાવો કરીશું તેવી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ ચીમકી પણ ઉચ્ચારી હતી

Back to top button
error: Content is protected !!