CHIKHLINAVSARI

કુકેરી ગામે કોળીવાડને મુખ્ય રસ્તાથી જોડતા રસ્તા ના કામમાં ભ્રષ્ટાચાર થયાની લોકચર્ચા

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી

ચીખલી તાલુકામાં હાલ થોડાં સમય થી અલગ અલગ ગામો માં કોન્ટ્રાકટર અને સરપંચના મીલીભગત થી અનેક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવી રાવ ઉઠવા પામી છે. ત્યારે હાલ કુકેરી ગામે આવેલા કોળીવાડ ને મુખ્ય રસ્તા સાથે જોડતો ડામરના રસ્તા ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ની બૂમ પાડી રહ્યો હોય એમ લાગી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર કુકેરી ગામે આવેલા કોળીવાડનો મુખ્ય માર્ગ સાથે જોડતો રસ્તો નાણા પંચમાં બનાવવા માટે મંજૂર કરવામાં આવ્યો હતો.જે રસ્તો 188 મીટરનો અને અંદાજિત બે લાખ રૂપિયા ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી જે રસ્તો કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરી બનાવવામાં આવેલ હોય જેને લઇ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા રસ્તામાં યોગ્ય મટીરીયલ વાપરવામાં આવ્યું નથી.કારણે આ રસ્તો ચોમાસામાં ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.જેને કારણે અહીંની આજુબાજુની પ્રજાને ચોમાસામાં અનેક હાલાકી વેઠવાનો વારો આવે તો નવાઈ નથી એટલે કોળીવાડ ને મુખ્ય રસ્તા ને જોડતો આ એકમાત્ર રસ્તો અહીંથી મોટા વાહનનો પણ દિવસ દરમિયાન અવરજવર કરતા હોય છે. જેને કારણે રસ્તો ગુણોત્તર યુક્ત બનાવવાની જરૂર વર્તાઈ રહી છે. પરંતુ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતમાં રસ્તાની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે ગંભીર થઈ યુદ્ધના ધોરણે તપાસ કરવાની જરૂર જણાઈ રહી છે. તેમ જ રસ્તા બાબતે કોન્ટ્રાક્ટર પાસે ગુણવત્તા યુક્ત કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે સંભવિત ખાતું કોન્ટ્રાકટર ની કામગીરી તપાસી કાયદેસરના પગલાં લેશે કે શું એ જોવાનું રહ્યું.

બોક્સ:1- 188 મીટર ના નવનિર્મિત ડામરના રસ્તામાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાયું હોવાની લોકચર્ચા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!