OLPAD

ઓલપાડ જીનમા ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

વાત્સલ્યમ્ સમાચાર
મહેન્દ્રસિંહ માંગરોલા – ઓલપાડ
ઓલપાડ  ઓલપાડ જીન કેમ્પસમાં આજે  ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ,જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના રાજયમંત્રી મુકેશભાઈ પટેલ તથા અન્ય સહકારી આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં “સહકાર સમરસ સંમેલન” , જિલ્લાના સહકારી અગ્રણી અને ઓલપાડ તાલુકાના સિથાણ ગામના સપૂત સ્વ. વ્રજલાલ પટેલ(બાબુકાકા)ઉપર લિખિત “સહકારનો વડલો” પુસ્તકનું લોકાર્પણની સાથે સાથે ધી પુરૂષોત્તમ ફાર્મર્સ કો.ઓ.કોટન જીનીંગ એન્ડ પ્રેસીંગ સોસાયટી ના જહાંગીરપુરા,ઓલપાડ અને સાયણ સેન્ટર ઉપર રૂ.૨.૫૯ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ વિકાસ કામોનું ઈ-ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
        કાર્યક્રમમાં રાજ્ય સરકારના વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ,જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના રાજયમંત્રી મુકેશભાઈ પટેલ એ ઉદબોધનમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સહકારથી સમૃધ્ધિ’ના સ્વપ્નને સાકાર કરવા અને જિલ્લા, રાજ્ય, અને દેશમાં  સહકારી પ્રવૃત્તિને વધુ મજબુત કરવા સૌ પ્રથમ વાર કેન્દ્રમાં સહકાર મંત્રાલય ની સ્થાપના કરી સહકારી પ્રવૃત્તિ થકી દેશ પ્રગતિના સોપાન સર કરે તેમજ નવી પેઢીના સહકારી કાર્યકર્તાઓમાં સહકારની ભાવના વિકસે અને તેના મીઠાં ફળ પ્રજાજનો ને મળે એ દિશામાં આગળ વધી રહ્યા છે. આ પ્રસંગે સિથાણના સહકારી સપૂત સ્વ.વ્રજલાલ પટેલ(બાબુકાકા)ના સહકારી જીવન પ્રસંગોને આલેખતું પ્રો. રમેશભાઈ માછી લિખિત “સહકારનો વડલો” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
      વધુમાં ધી પુરૂષોત્તમ ફાર્મર્સ કો.ઓ.કોટન જીનીંગ એન્ડ પ્રેસીંગ સોસાયટી ના ઓલપાડ સેન્ટર ઉપર રૂ.૯૯.૫૫ લાખના ખર્ચે ઓપન શેડ,રૂ.૨૯.૮૯ લાખના ખર્ચે સી.સી.રોડ તથા રૂ.૨૪.૮૩ લાખના ખર્ચે ગોડાઉન રીપેરીંગ તથા સાયણ સેન્ટર ઉપર રૂ.૨૪.૨૫ લાખના ખર્ચે સી.સી. રોડ,રૂ.ર.૧૦ લાખ ના ખર્ચે ગોડાઉન રીપેરીંગ તેમજ જહાંગીરપુરા સેન્ટર ઉપર રૂ.૬૦ લાખના ખર્ચે નવું ગોડાઉન અને રૂ.૧૮.૩૨ લાખના ખર્ચે સી.સી.રોડ મળી કુલ રૂપિયા ૨,૫૮,૯૬,૦૮૦ ના ખર્ચે નિર્માણ થનાર વિકાસ કામોનું રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ ના હસ્તે ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખુભાઇ પટેલ,સુ.ડી.બેંક ચેરમેન નરેશભાઈ પટેલ,સુમુલ ડિરેક્ટર જયેશ પટેલ (દેલાડ)
 મનહરભાઈ પટેલ સહિત ના આગેવાનોએ પ્રસંગોચિત વક્તવ્ય રજૂ કર્યું હતું.આ પ્રસંગે વિવિધ  સહકારી  મંડળીઓ ના પ્રમુખ ઉપપ્રમુખો  તેમજ સહકારી  આગેવાનો  તેમજ સભાસદો સહીત  અન્ય આગેવાનો  ઉપસ્થિત  રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!