KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ માં સુફી સંત સૈયદ મોઈનુદ્દીન ચિસ્તી ખ્વાજા સાહેબના ઉર્સ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા

તારીખ ૨૯ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

મુસ્લીમ ધર્મના સાતમો મહીનો એટલે રજબ માસ ની છઠ્ઠી તારીખ ના રોજ રાજસ્થાન અજમેર શરીફની દરગાહમાં આરામ ફરમાવતા સુફી સંત હજરત સૈયદ મોઈનનુદિન ચિસ્તી ખ્વાજા સાહેબના ઉર્સની ઉજવણી પ્રસંગે ભારતમાં સુન્ની મુસ્લીમ સંપ્રદાયના લોકો દ્રારા ઈદે ચિસ્તીયા ની ઉજવણી કરવામાં આવે છે.તેને લઈ કાલોલ ખાતે ખ્વાજા સાહેબના ૮૧૧ માં ઉર્સના મોકા પર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શનિવારે રિફાઇ કમેટી દ્વારા આયોજીત જલાલી રાતીબે રિફાઇના કાર્યક્રમના બીજા દિવસે ખ્વાજા સાહેબના ઉર્સના શુભ અવસરે સવારના પહોરમાં અઝીમેમીલ્લત ફ્રેન્ડ સર્કલ દ્વારા જુલૂસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલના તમામ આલીમો અને મદ્રેસાઓના નાના ભૂલકાઓ તથા નાની બાળાઓ અને આગેવાનો જોડાયા હતા‌.આ ઉર્સ નિમિત્તે નગરના વિવિધ વિસ્તારોમાં જુલૂસ નીકળ્યું હતું અને જુલૂસ નુરાની ચોકથી પ્રસ્થાન કરીને વિવિધ મુસ્લીમ વિસ્તારોમાં ફરી પરત નુરાની ચોક ખાતે આવી પહોંચ્યું હતું અને ત્યારબાદ બપોરના સુમારે સુરત શહેર મોટી ગાદીના ધર્મગુરુ પીર હજરત ગોસુદી્ન રિફાઈ સાહેબની ઉપસ્થિતમાં જુમ્મા મસ્જીદ પાસેથી જુલુશ બપોરે 2:30 વાગે પ્રસ્થાન કરી નગરના મુખ્ય બજાર થઈ વિવિધ માર્ગો પરથી પસાર થઇ પરત નુરાની ચોકમાં સભાના રૂપમાં ફેરવાયુ હતુ આ ધાર્મિક કાર્યક્રમમાં પીરો મુર્સીદ હજરત સાહેબની હાજરીમાં વિવિધ કાર્યક્રમો ધાર્મિક વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવ્યા હતા. અંતે ખ્વાજા સાહેબના ઉર્ષ ને લઇ રાત્રે સાડા સાત કલાકે કાલોલ શહેરની પ્રાર્થમિક કુમાર શાળા સામેના મેદાનમાં ગરીબ નવાજ કમેટી દ્રારા નિયાજનુ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા મોટી સંખ્યામાં લોકોએ રાત્રીના ૯:૦૦ સુધી ભાગ લઇ નિયાઝ આરોગી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!