AHAVANAVSARI

ડાંગ: સાપુતારા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સ્પર્ધા યોજાઈ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓ માં યોગ સ્પર્ધાના કાર્યક્રમો યોજાય રહ્યા છે. તે અનુક્રમે ડાંગ જિલ્લામાં પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા સાપુતારા ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ડાંગ જિલ્લાનાં સુબિર વઘઇ તેમજ આહવા તાલુકાનાં ૭૭ યોગ ઉત્સુક વિધાર્થીઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી ૪૮ વિદ્યાર્થીઓ આ સ્પર્ધમાં ભાગ લીધો હતો આ જિલ્લાકક્ષાની યોગ સ્પર્ધામાં અલગ અલગ જિલ્લાઓમાંથી નિર્ણાયકો આવ્યા હતાં જેમાં સ્વાતિબેન ધનાણી, વસંતકુમાર વસાવા,ભાવનાબેન કાતરીયા જ્યોતિબેન પટેલ એ નિર્ણાયક ની ભૂમિકા અદા કરી હતી જેનો પરિણામ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર ખાતે જાહેર કરવામાં આવશે જ્યારે પ્રથમ દિતિય તૃતિય સ્થાન મેળવનાર વિધાર્થીઓ રાજ્યકક્ષાની યોગ સ્પર્ધમાં ભાગ લેશે જ્યાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ૫૦,૦૦૦ ઇનામ આપવામાં આવશે આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાનાં જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વિરલ પટેલ અને ડાંગ જિલ્લા કોડીનેટર કમલેશભાઈ પત્રેકર સહિત ડાંગ જિલ્લા યોગ કોચના સરિતાબેન ભોયે રમેશભાઈ કહડોલીયા સહિત છગનભાઇ ચોરીયા ઉપસ્થિત રહી યોગ સ્પર્ધા કાર્યકમને સફળ બનાવ્યું હતું આ કાર્યકમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ સહિત કાર્યક્રમમાં સહકાર આપનાર કર્મચારીઓનો યોગ કોડીનેટર કમલેશભાઈ એ આભાર વ્યક્ત કર્યો હતો..

Back to top button
error: Content is protected !!