AHAVANAVSARI

નવસારી જિલ્લાના ખેરગામ ખાતે તા.૨ અને વાંસદા ખાતે તા. ૩ ફેબ્રુઆરીએ આયુષ મેળો યોજાશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય, ગાંધીનગર,નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત, નવસારી દ્વારા તા:૦૨/૦૨/૨૦૨૩ ના રોજ,રામજી મંદિર,ખેરગામ ખાતે અને તા.૦૩/૦૨/૨૦૨૩ ના રોજ શ્રી જલારામ હોલ, વાંસદા ખાતે સવારે ૧૦:૦૦ થી ૩:૦૦ કલાક દરમ્યાન આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આયુષ મેળામાં વિનામૂલ્યે આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આયુર્વેદ અને હોમીયોપેથીક પધ્ધતી દ્વારા વિવિધ રોગોનું નિદાન, સારવાર તેમજ જરૂરી માર્ગદર્શન સ્થળ પર જ આપવામાં આવશે. આયુષ મેળામા સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલીયાવાડી-બીલીમોરા, વાંસદા ખાતે ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી વાંસદાનો સહયોગ રહેશે તેમજ શ્રી આર.એમ.ડી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ વાઘલધરાના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા આપવામા આવશે. આ આયુષ મેળામા સંધિવાત તેમજ સાંધાના રોગો માટે તુરંત લાભદાયક એવી પંચકર્મ સારવાર, આયુર્વેદની પ્રાચીન અગ્નિકર્મ પધ્ધતી દ્વારા પેઇન મેનેજમેન્ટ, ડાયાબીટીસ-હદયરોગ-બ્લડપ્રેશર, ગેશ, અપચો, કબજીયાત, એસીડીટી, જુનો મરડો વગેરે પાચન સંબધીત રોગો, શ્વાસ, કફ, જૂની શરદી, ઉધરસ જેવા શ્વશન સંબધિત રોગો, ધાધર,ખરજવું ,ખીલ, સોરીયાસીસ ઊંદરી,જેવા ચામડીના તેમજ અકાળે વાળ સફેદ થવા ખરવા વગેરે રોગો, નિ:સંતાનપણું, માસિકની સમસ્યા સફેદ પાણી વગેરે સ્ત્રી રોગ સંબંધિત રોગોની સારવાર આપવામાં આવશે.
આયુષ મેળામાં બાળકોમા રોગ પ્રતિકારક શકિત વધે તે માટે જન્મ થી ૧૨ વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે. આરોગ્ય માટે લાભ પ્રદ આયુર્વેદ ઔષધિ યુક્ત હર્બલ ટી નું વિતરણ કરવામાં આવશે. યોગ નિષ્ણાત દ્વારા યોગ અને પ્રાણાયામ વિશે માર્ગદર્શન આપવામાં આવશે.વૃધ્ધાવસ્થાના રોગોની વિશેષ સારવાર, પ્રકૃતિ પરીક્ષણ અને પથ્યાપથ્ય માર્ગદર્શનનુ આયોજન કરવામા આવશે. જાહેર જનતાને આયુર્વેદ ઔષધિય વનસ્પતિની ઓળખ થાય અને દૈનિક જીવનમાં આયુર્વેદ ઔષધિનો ઉપયોગ કરે તે હેતુથી આયુર્વેદ ઔષધિય વનસ્પતિઓનુ પ્રદર્શન તેમજ જરૂરી ચાર્ટ પ્રદર્શન કરવામા આવશે. આ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવનાર હરસ, મસા, ભગંદરના દર્દીઓને જેને ઓપરેશનની જરૂરિયાત હોય તેવા ૨૫ દર્દીઓને વાઘલધરા હોસ્પિટલ દ્વારા વિના મૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પનો જાહેર જનતાને બહોળી સંખ્યામાં લાભ લેવા જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!