BHUJKUTCH

કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આઝાદી કા અમૃતકાલ અંતર્ગત સાંસદ ક્રિકેટ ટુર્નામેંન્ટના બારમા દિવસે લોકોનો ઉત્સાહ અને ઉમંગ જોવાં મળ્યો. 

૩૦-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદી ના અમૃતકાલ અંતર્ગત કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સાંસદ્શ્રી વિનોદભાઇ ચાવડા અને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ના સૌજન્ય થી તારીખ 18/1/2023 થી શરૂ થયેલ છે, કચ્છના ક્રિકેટ ઇતિહાસ માં સંળગ ૪૫ દિવસ ચાલનારી ટુર્નામેન્ટ માં કચ્છ – મોરબી ની 150 થી વધુ ટીમો જેવી ભાગ લઇ રહી છે જે સૌથી મોટી ટુર્નામેન્ટ છે જેમાં તારીખ 29/1/2023 ના બારમાં દિવસની પ્રથમ મેચ કાળિયાધ્રો ઇલેવન અને કિસ્મત ઇલેવન માળીયા વચ્ચે રમાઇ જેમાં કિસ્મત ઇલેવન માળીયા ટિમ વિજેતા થઈ, બીજી મેચ રાજવી ઇલેવન અંજાર અને ફ્રેન્ડસ ઇલેવન ગઢશીશા વચ્ચે રમાઇ જેમાં રાજવી ઇલેવન અંજાર ટિમ ની ટીમ વિજેતા થઈ હતી. ત્રીજી મેચ જલારામ ઇલેવન ભુજ અને રવેચી ઇલેવન લખનૌ વચ્ચે રમાઇ જેમાં જલારામ ઇલેવન ભુજ ટિમ વિજેતા થઈ ચોથી મેચ SRK ઇલેવન માધાપર અને રોયલ ઇલેવન અંજાર વચ્ચે રમાઇ જેમાં SRK ઇલેવન માધાપર ની જીત થઈ હતી. કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આઝાદી કા અમૃતકાલ અંતર્ગત “સાંસદ ક્રિકેટ ટુર્નામેંન્ટ” – કચ્છની સૌથી મોટી ઓપન ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના આ બારમા દિવસે લોકોનો ઉત્સાહ અને ઉમંગ સાથે શ્રી પ્રણવકુમાર જોષી પ્રમુખશ્રી મુન્દ્રા શહેર ભાજપ, શ્રી ભોજરાજભાઈ ગઢવી ચેરમેન મુન્દ્રા બારોઇ નગરપાલિકા, પાર્થ સંજયભાઈ ઠક્કર મંત્રીશ્રી મુન્દ્રા શહેર યુવા ભાજપ, કિશોરભાઈ પરમાર પ્રમુખશ્રી મુન્દ્રા બારોઇ નગરપાલિકા, ધર્મેન્દ્રસિંહ ઝાલા ચેરમેનશ્રી મુન્દ્રા બારોઇ નગર પાલિકા, દિલિપસિંહ ઝાલા શક્તિ કેન્દ્ર પ્રમુખ, રાજુભા રાઠોડ ચેરમેનશ્રી મુન્દ્રા બારોઇ નગરપાલિકા, પ્રકાશભાઈ પાટીદાર સંગઠન મહામંત્રી, મનોજભાઇ કોટક, રાજભા રાઠોડ, તથા કાઉનશીલર ચેતનભાઈ પટેલ, દિનેશભાઇ પટેલ વિગેરે લોકો હાજરી આપી ખેલાડીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા. ખુબજ ઉત્સાહ પૂર્વક ત્રણે મેચો ક્રિકેટ રશિયાની ઉપસ્થિતિ વચ્ચે પૂર્ણ થઈ હતી. દરરોજ ક્રિકેટ મેચ નું લાઈવ યુ ટ્યુબ પર ATV Cricket Live દ્વારા પ્રસારણ આપવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!