NAVSARI

નવસારી: નેશનલ હાઇવે નં.૪૮ મુસાફરોને હાઇ-વે પર લિફ્ટ આપી લુંટતી ગેંગ ઝડપાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી નેશનલ હાઇવે નં.૪૮ મુસાફરોને હાઇ-વે પર લિફ્ટ આપી લુંટતી ગેંગના ત્રણ લૂંટારોને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડી વોન્ટેડ આરોપીને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા પ્રાપ્ત વિગત મુજબ ત્રણ દિવસ અગાઉ હાઇવે પર આવેલી રામદેવ હોટલનો રસોઈયો અંકિત ચૌધરી સુરતના કડોદરા જવા માટે નીકળ્યો હતો. અંકિતને પગમાં તકલીફ હોવાથી ઓપરેશન કરાવવા માટે કડોદરા સુરત ખાતે ઓપરેશનના રૂપિયા સાથે હાઇવે ન ૪૮ પર ઉભો હતો તે અરસામાં અંકિત પાસે એક સફેદ રંગની મારુતિ સ્વીફ્ટ કાર આવીને ઊભી રહી હતી કાર સુરત જવાની છે કહી લિફ્ટ આપી અંકિતને બેસાડી દીધો હતો. કારમાં બેઠા બાદ કારમાં સવાર ઈસમોએ અંકિતને ડરાવી ધમકાવી તેની પાસે રહેલ ઓપરેશન માટેના ૩૭૦૦૦ હજાર રોકડા તેમજ ૫૦૦૦ની કિંમતનો ફોન લૂંટી લઈ અંકિતને હાઈવે પર ૪૮ પર આવેલ સિસોદ્રા ગામ પાસે ઉતારી દઈ લૂંટારુઓ ભાગી છૂટ્યા હતા.આ ઘટનાની જાણ અંકિત ચૌધરીએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં કરતા નવસારી ગ્રામ્ય પોલીસ ફરિયાદ નોંધી ટેકનિકલ સર્વેલન્સના આધારે વર્ણન મુજબની સ્વીફ્ટ કાર ન. જી.જે ૦૫ સી.એલ.૨૭૫૧ શોધી કાઢી મરોલી રેલવે ફાટક નજીક રહેતા મોહમ્મદ સુફિયાન શાહને દબોચી લઈ તેની આકરી પૂછપરછ કરતા લૂંટમાં સામેલ અન્ય બે આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડી ત્રણેયની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક સાથી સુરતના લિંબાયત મીઠી ખાડી નજીક રહેતા તબરેઝ શાહને વોન્ટેજ જાહેર કરી લૂંટ કામમાં વપરાયેલ સ્વીફ્ટ કાર તેમજ રોકડ રકમ ૩૬,૫૦૦ સહિત લૂંટાયેલ મોબાઈલ સહિત આરોપીઓના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ ૩ લાખ ૫૪ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી નવસારી ગ્રામ્ય પોલીસે લૂંટારુઓ ભૂતકાળમાં કઈક ગુનાહિત કામ સંડોવાયેલા છે કેમ તેના ઝીણવટ ભરી તપાસ હાથ ધરી કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વોન્ટેડ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!