BANASKANTHAPALANPUR

આદર્શ ઉચ્ચ પ્રા. શાળા, વિસનગરમાં વાલી મીટીંગ યોજાઈ

31 જાન્યુઆરી વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ,વિસનગર સંચાલિત આદર્શ. ઉચ્ચ.પ્રા.વિ વિસનગરમાં ધોરણ :- ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓના વિકાસ માટે અને તેમના જીવન ઘડતરમાં કેવીરીતે આગળ વધવું તે હેતુસર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી હતી બાળાઓએ પ્રાર્થનાનું સુંદર આયોજન કર્યું હતું. ત્યારબાદ શાળાના આચાર્ય એમ.એચ.પઠાણ સાહેબે વિદ્યાર્થીઓને પરીક્ષામાં વધુ માર્ક્સ કેવી રીતે લાવવા અને કેવી રીતે મહેનત કરવી તે માટે વાલીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. શાળાના શિક્ષક પટેલ અમરીશભાઈએ શાળામાં થતી પ્રવૃત્તિઓ વિશે વાલીઓ સાથે ચર્ચા કરી હતી. શ્રી દિનેશભાઇ ચૌધરી ( આચાર્યશ્રી, આદર્શ માધ્યમિક અને ઉચ્ચ.મા. શાળા વિસનગર) એ વાલીઓને વિદ્યાર્થીની કોઈ બીજા વિદ્યાર્થી સાથે સરખામણી ન કરતાં વિદ્યાર્થીને તેની રુચિ પ્રમાણે અભ્યાસમાં પ્રોત્સાહન પુરું પાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી મનોજભાઈ ચૌધરી ( આચાર્યશ્રી, પ્રાથમિક શાળા નં-૪, વિસનગર) એ વિદ્યાર્થીઓના વિકાસ માટે વાલીઓએ શું પગલાં ભરવા તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું. શ્રી વી.વી ચૌધરી સાહેબ ( મંત્રીશ્રી,અ.આ. કે.મંડળ, વિસનગર ) એ પ્રસંગોચિત ખૂબ જ સુંદર સંબોધન કર્યું હતું. ત્યારબાદ શ્રી કે.કે.ચૌધરી સાહેબ (પ્રમુખશ્રી, શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર) એ વાલીઓને વિદ્યાર્થીઓ સાથેના વાલીઓના વર્તન અને વ્યવહાર અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંતમાં શિક્ષકશ્રી જયદીપભાઈ એ ઉપસ્થિત મેહમાનશ્રીઓનો આભાર આભારવિધિથી કર્યો હતો. સમગ્ર પ્રોગ્રામનું એન્કરીંગ શિક્ષિકા શ્રીમતી છાયાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.આમ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યશ્રી ના માર્ગદર્શન નીચે તથા સર્વ સ્ટાફ મિત્રોના સહયોગથી સુંદર થયું હતું. જે બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!