NATIONAL

કેજરીવાલને જાનથી મારી નાંખવાની ધમકી, પોલીસે ધમકી આપનાર સુધી પહોંચી છતાં ન કરી ધરપકડ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની માહિતી દિલ્હી પોલીસે આપી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની માનસિક સ્થિતિ સારી નથી. પોલીસે જણાવ્યું કે મોડી રાત્રે 12.55 વાગ્યે પીસીઆર પર ધમકીભર્યો ફોન આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરાઈ નથી. કારણ કે ધમકી આપનાર વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ છે. આરોપીનું નામ જય પ્રકાશ બતાવ્યું હતું.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને PCRમાં આવેલા કોલ પર જાનથી મારી નાખવાની ધમકી મળતાં દિલ્હી પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને આરોપી સુધી પહોંચી ગઈ હતી. જોકે, તે આરોપી માનસિક રીતે બીમાર હોવાનું બહાર આવ્યું છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સોમવારે મધરાત બાદ દિલ્હીના મુખ્યમંત્રીને આ ધમકી આપવામાં આવી હતી. PCR ને 12:05 વાગ્યે કોલ આવ્યો હતો. ફોન કરનારે કહ્યું કે, તે અરવિંદ કેજરીવાલને મારી નાખશે. ફોન આવતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ફોન કરનારનું લોકેશન ટ્રેસ કર્યા બાદ પોલીસ થોડી જ વારમાં આરોપી સુધી પહોંચી ગઈ હતી. પોલીસ આરોપી સુધી પહોંચી તો જાણવા મળ્યું કે તે માનસિક રીતે બીમાર હતો. 38 વર્ષીય વ્યક્તિની દિલ્હીના ગુલાબી બાગમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આરોપીની માનસિક સ્થિતિને જોતા તેની ધરપકડ નથી કરી.

બીજી તરફ શુક્રવારે બીજેપીના મુંબઈના અધ્યક્ષ આશિષ શેલારને જાનથી મારી નાંખવાની ધમકી સાથએનો પત્ર મળ્યો હતો. આ પત્ર ઉપનગરીય બાંદ્રા વિસ્તારમાં શેલારની ઓફિસમાં મળ્યો હતો. અભદ્ર અને અમર્યાદિત ભાષામાં લખાયેલો આ પત્ર કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યું કે પત્રમાં બીજેપી ધારાસભ્યને શાંત રહેવા અને વધુ ન બોલવા માટે કહેવામાં આવ્યું છે. જો તે એવું નહીં કરે તો તેને અને તેના પરિવારને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!