JETPURRAJKOT

ચાર પ્રોજેકટ સાથે રાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં પસંદગી પામતી રાજયભરમાંથી રાજકોટની એક માત્ર ધોળકિયા સ્કુલના બાળ વૈજ્ઞાનિકોની પ્રોત્સાહિત કરતાં મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા

તા.૩૧ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વોટરપુફ સિલિંગ ટાઈલ્સ, બાયો પ્લાસ્ટિક, ટ્રાફિક મેનેજમેન્ટ વીથ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને હર્બલ પેપર બ્રશ જેવા અનેક લોકોપયોગી સંશોધનોની રાષ્ટ્રીય સ્તરે પસંદગી

મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાએ ચાર પ્રોજેકટ સાથે રાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં પસંદગી પામતી રાજયભરમાંથી રાજકોટની એક માત્ર ધોળકિયા સ્કુલના બાળ વૈજ્ઞાનિકોની મુલાકાત લઇને પ્રોત્સાહિત કર્યા હતાં.

આ બાળ વૈજ્ઞાનિકોની વોટરપુફ સિલિંગ ટાઈલ્સ, બાયો પ્લાસ્ટિક, ટ્રાફિક મેનેજમેન્ટ વીથ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને હર્બલ પેપર બ્રશ જેવા અનેક લોકોપયોગી અને નવીનતમ સંશોધનોની રાષ્ટ્રીય સ્તરે પસંદગી થઇ હતી. ચિકાણી યશવી, સોઢાત્રા મોક્ષા, ઘઘડા ધ્યાનેશ, મણવર મર્મ, મણવર રિધમ, જીયા ભીમાણી વગેરેએ બનાવેલ આ વસ્તુઓ અને ઉપકરણો પસંદગી પામી હતી.

અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનમેળામાં આ જ શાળાના પસંદગી પામેલા રાજકોટની સ્કૂલના કુલ ૨૩ બાળ વૈજ્ઞાનિકો છે. ધોળકિયા સ્કૂલની વૈજ્ઞાનિક ક્ષેત્રની આ સિદ્ધિઓના કારણે આ વર્ષના (INSEF) નેશનલ સાયન્સ ફેરના આયોજનની જવાબદારી ધોળકિયા સ્કૂલને સોંપવામાં આવતાં રાજકોટના આંગણે નેશનલ સાયન્સ ફેર ઉજવાઈ રહ્યો છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!