AHAVADANG

ડાંગ:જુનિયર ક્લાર્કનાં પેપર લીક મુદ્દે ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટીનું કલેકટરને આવેદનપત્ર…..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ગુજરાત પંચાયત પસંદગી સેવા સમિતિ આયોજીત જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ગતરોજ લીક થતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ હતી.ગુજરાતમાં પેપર લીકની ઘટનાને લઈને પરિક્ષાર્થીઓએ ઠેરઠેર વિરોધ પ્રદર્શન યોજયુ હતુ.ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ પેપર લીક મુદ્દે વિરોધ નોંધાવી ડાંગ કલેકટરને આવેદનપત્ર પાઠવી જવાબદાર તમામ અધિકારીઓ સામે સખ્ત પગલા લેવા તેમજ પરીક્ષાર્થીઓને થયેલ માનસિક અને આર્થિક નુકશાન બદલ રૂ.50,000નું વળતર આપવામાં આવે અને તાત્કાલિક આ બાબતે કાયદો બનાવવામાં આવે તે માટે પ્રસ્તાવ લાવવાની રજૂઆત કરવામાં આવી હતી.વધુમાં ટૂંક સમયમાં સરકાર આ બાબતે હકારાત્મક પગલા ન લેવાઈ તો ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓ દ્વારા જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.આ આવેદનપત્ર આપતી વેળાએ ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટીનાં સક્રીય નેતા એડવોકેટ સુનિલ ગામીત અને પાર્ટી પ્રમુખ સહીત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!