BANASKANTHAPALANPUR

બનાસકાંઠા જિલ્લાના અંબાજી- દાંતા પંથકમાં ગઈ કાલે બરફના કરા સાથે પડેલા ભારે વરસાદે ખેતીવાડીમાં તારાજી સર્જી  

31  જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કમોસમી વરસાદના પગલે અનેક ખેડૂતોના શિયાળો પાક ને મોટું નુકસાન થયું છે જોકે ગત ચોમાસામાં પણ આવો બરફના કરા નો વરસાદ પડ્યો ન હતો પણ આ ભર શિયાળે ચોમાસાને પણ શરમાવે તેવા વરસાદી દ્રશ્યો ગઈ કાલે અંબાજી પંથક માં જોવા મળ્યા હતા, આ ભારે વરસાદ ના પગલે ધરતી પુત્રો ને લીલા દુષ્કાળ જેવી પરિસ્થિ નિર્માણ થઇ છે . આ વિસ્તારમાં મહત્તમ ઘઉં, રાયડા જેવા પાક વધુ થાય છે ને હાલ આ પાક તૈયાર થઇ ને ખેતર માં ઉભેલો હતો ત્યાં પડેલા ભારે વરસાદે ખેડૂતોની ખુશી નારાજગીમાં ફેરવી નાખી છે. મહત્તમ ખેડૂતો ખેતીવાડી ઉપર પોતાનો જીવન નિર્વાહ કરે છે ને તેવામાં કમોસમી વરસાદના પગલે ખેતરોમાં ઉભેલો પાક જમીનદોષ થઇ ગયેલો જોવા મળે છે. ઘઉં નો પાક થોડા જ સમય માં ખેતર માંથી લેવાનો હતો ત્યાં વરસાદે ખેતરો માં લચી રહેલા પાકને જમીન દોષ કરી દેતા આદિવાસી ખેડૂતોને મોં માં આવેલો કોળીઓ જુંટવાયો હોય તેવી પરિસ્થિતિ હાલ દાંતા તાલુકા માં જોવા મળી રહી છે, જ્યાં ખેડૂતો મોંઘા ભાવ નું બિયારણ લાવી ખેતીવાડી તો કરી પણ કમોસમી વરસાદે ઉભા પાક ઉપર પાણી ફેરવી દીધું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જ્યાં બીજી તરફ રાયડા નો તૈયાર પાક ખેતરોમાં ઉભેલો હતો તે પણ જમીન દોષ થઇ ગયો છે જોકે રાયડાનો પાક પાકી ને તૈયાર થઇ જતા ખેડૂતો પાક લણી પૂળા બાંધી ખેતરો માંજ મુકેલા હતા ત્યાં પડેલા ધોધમાર વરસાદે કાપેલા પાક ને કમોસમી વારસાદના પાણી એ પાણીમાં તરબોળ કરી દીધા છે જેના કારણે આ પાક હવે નકામો થઇ ગયો હોવાનું ખેડૂત જણાવી રહ્યા છે, ને હવે આ પાક ફરીથી પૂળા માજ ઉગી નીકળશે તેવો ભય સેવી રહ્યા છે. આમ દાંતા પંથક માં તૈયાર થયેલો પાક કમોસમી વરસાદના કારણે નકામો થતો જોવા મળી રહ્યો છે ને ખેડૂતો મોંઘા ભાવ ના બિયારણ થી તૈયાર કરાયેલા પાક બગડી જવાની શક્યતાઓને લઈ સરકાર સર્વે કરાવી વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે. મહેન્દ્રભાઈ અગ્રવાલ ના જણાવ્યા અનુસાર જોકે બે દિવસ પહેલા ગત મોડીરાત્રિ એ અંબાજી  ખાબકેલા ભારે વરસાદ ના પગલે કેટલાક વિસ્તારોના કાચા મકાનો માં પાણી ભરાઈ જતા લોકો એ ઘર માં પાણીં સાથે રાત વિતાવી હતી ને સવારે પાણી ઉલેચી ઘર વખરી સાફ કરી હતી આમ માહ માસના માવઠાએ અનેક લોકો ને હેરાન કર્યા છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!