BANASKANTHADHANERA

ધાનેરા વોર્ડ નંબર પાંચમાં સુભાષ રોડ ઉપર ચોમાસા દરમિયાન રોડ બનાવવામાં આવેલ છે

“ધાનેરા વોર્ડ નંબર પાંચમાં સુભાષ રોડ ઉપર ચોમાસા દરમિયાન રોડ બનાવવામાં આવેલ છે હકીકતમાં રોડ સારી કન્ડિશનમાં હતો છતાં પણ રોડ બનાવવા માટે ટેન્ડર પાસ કરી અને રોડ ની કામગીરી કરી હતી.પરંતુ વરસાદમાં 10 દિવસમાં રોડ ધોવાઈ જતા ભષ્ટાચાર ની પોલ ખુલી ગઈ હતી ધાનેરામાં ચોમાસા દરમ્યાન રોડ ની કામગીરી ચાલુ કરવી જોઈએ નહીં છતાં નગરપાલિકા રોડ ની કામગીરી ચાલુ કરી હતી .જેથી વરસાદમાં રોડ ધોવાયો છે આપ દ્રશ્યો માં જોઈ શકો છો કે ખરેખર રોડ ઉપર એકલી કપચી દેખાઈ રહી છે અને સિમેન્ટની ધૂળ ઉડતી જોવા મળી રહી છે,દસ દિવસમાં રોજ તૂટી જતા આ વિસ્તારના લોકોએ રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન ન લેવાતા નગરપાલિકાની મિલી ભગત તેમજ તેની મેલી મુરાદ જોવા મળતી નજર પડે છે અને નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી અત્યારે રોડ ઉપર કપચી અને એકલી સિમેન્ટ ઉડતી જોવા મળી રહી છે. જેના કારણે આજુબાજુ માં રહેતા લોકો ના ઘરમાં તેમજ દુકાનદારોની દુકાનમાં સિમેન્ટ નો પરપડો ઉડતો જોવા મળી રહ્યો છે જેથી આ વિસ્તારના લોકો કંટાળી ગયા છે.આ વિસ્તારના લોકોની માંગ છે કે આવા કોન્ટ્રાક્ટર ના બીલો પાસ ન કરી ડેપોઝીટ જપ્ત કરવી જોઈએ”

Back to top button
error: Content is protected !!