NANDODNARMADA

માહિતી અને પ્રસારણ વિભાગના દક્ષિણ-મધ્ય ઝોનના જોઈન્ટ ડાયરેક્ટર આર.આર.રાઠોડજીને નિવૃત્તિ વેળાએ માનભેર વિદાય અપાઈ

માહિતી અને પ્રસારણ વિભાગના દક્ષિણ-મધ્ય ઝોનના જોઈન્ટ ડાયરેક્ટર આર.આર.રાઠોડજીને નિવૃત્તિ વેળાએ માનભેર વિદાય અપાઈ

વય નિવૃત્તિ પામેલા જોઈન્ટ ડાયરેક્ટર આર.આર.રાઠોડે માહિતી પરિવારના સ્ટાફ સાથેના પોતાના કાર્યકાળ દરમિયાનના યાદગાર ક્ષણો-અનુભવો વ્યકત કર્યા

આર.આર.રાઠોડજીનું નિવૃત્તિ જીવન સુખમય અને નિરોગી નીવડે તેવી શુભેચ્છા સાથે ભાવભીનિ વિદાય આપતુ નર્મદા જિલ્લા માહિતી કચેરી

રાજપીપલા : જુનેદ ખત્રી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત રાજ્યએ ભરેલ હરણફાળ પ્રગતિમાં પ્રત્યેક જિલ્લા સાથે ખભેખભા મેલાવીને શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, પોષણ, મહિલા સશક્તિકરણ સહિત દરેક ક્ષેત્રમાં સાધેલ પ્રગતિમાં માહિતી અને પ્રસારણ વિભાગની મહત્વપૂર્ણ સહભાગીદારીતા રહી છે.

આજ રોજ માહિતી અને પ્રસારણ વિભાગના મધ્ય-દક્ષિણ ઝોનના જોઈન્ટ ડાયરેક્ટર આર. આર. રાઠોડજીને દક્ષિણ ગુજરાતના મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત ઝોનના નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ભરૂચ સહિત સંબંધિત જિલ્લાના માહિતી પરિવારના અધિકારી-કર્મચારીઓ ભવ્ય નિવૃત્તિ શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે નર્મદા જિલ્લા માહિતી કચેરીના પૂર્વ નાયબ માહિતી નિયામક વાય.આર.ગાદીવાલા સહિત સંપૂર્ણ સ્ટાફ પરિવાર વતી નિવૃત્તિ વેળાએ શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી નવી ઇનિંગ્સ માટે શુભેચ્છા પાઠવી હતી.

મધ્ય-સુરત ઝોનના જોઈન્ટ ડાયરેકટર આર.આર.રાઠોડના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાતમાં જે તે જિલ્લાએ જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહીને બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરીને રાજ્ય-કેન્દ્ર સરકારના લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડી લાભન્વિત કરવાની શ્રેષ્ઠ કામગીરી થયેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!