JETPURRAJKOT

રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા ખેડૂતોએ ચણાના પાકમાં સુકારાના રોગ સામે રક્ષણ મેળવવા માટેની માર્ગદર્શક સૂચનો જાહેર કરાયા

તા.૩૧ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા ખેડૂતોએ ચણાના પાકમાં સુકારાના રોગ સામે રક્ષણ મેળવવા માટેની માર્ગદર્શક સૂચનો જાહેર કરાયા છે. જે મુજબ ચણાના વાવેતર માટે સુકારા પ્રતિકારક જાતની પસંદગી કરવી જોઈએ. બીજને થાયરમ ૩ ગ્રામ અથવા કેપ્ટાન ૩ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેટેબલ પાવડર ર ગ્રામ અથવા ટ્રાઈકોડર્મા જૈવિક નિયંત્રક ૧૦થી ૨૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ દીઠ પટ આપીને વાવણી કરવી જોઈએ.

ચણાને વાવતી વખતે દિવેલી ખોળ હેક્ટર દીઠ ૧ ટન તેમજ ચણા પછી બાજરી કે જુવારની ફેરબદલી કરવાથી સુકારાની જીવાતનું પ્રમાણ ઘટાડી શકાય છે. સારી ગુણવત્તા ૫ કિ.ગ્રા. ટ્રાઈકોડર્મા પાઉડરને ૫૦૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે છાણિયું ખાતર અથવા વર્મીકમ્પોસ્ટ અથવા ડીઓઈલ્ડ દિવેલી ખોળ અથવા રાયડાના ખોળ અથવા લીંબોળીના ખોળ સાથે ભેળવી ચાસમાં આપવું જોઈએ.

આ અંગે વધુ જાણકારી માટે નજીકના વિસ્તારના ગ્રામ સેવક/વિસ્તરણ અધિકારી/કે.વી.કે./ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામકશ્રી (વિ.)/ નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧નો સંપર્ક કરી શકાશે, તેમ રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એ. એલ. સોજીત્રાની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!