JETPURRAJKOT

માતા તથા બાળકનો મૃત્યુ દર ઘટાડવા જિલ્‍લા પંચાયતની આરોગ્ય શાખા સતત પ્રયત્‍નશીલ

તા.૩૧ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ડીસેમ્બર-૨૦રર અંતીત ૮૬૩૦ પ્રસૂતિ સરકારી દવાખાનામાં કરાઈ તથા ૨૨,૯૮૫ બાળકોનું સંપુર્ણ રસીકરણ કરાયું

રાજકોટ જિલ્‍લા પંચાયતનો આરોગ્ય વિભાગ માતા આરોગ્‍ય કાર્યક્રમ અંતર્ગત માતા મૃત્‍યુદર ઘટાડવાના હેતુસર નિયત લક્ષ્‍યાંક સિદ્ધ કરવા માટે સતત પ્રયત્‍નશીલ છે.

રાજ્ય સરકાર દ્વારા માતા મૃત્‍યુદર ઘટાડવાના આશયથી માતા આરોગ્‍ય કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અન્વયે સગર્ભાની વ્હેલી નોંધણી, ધનુરની રસી, આયર્ન તથા ફોલીક એસીડની ગોળીઓનો કોર્ષ, દવાખાનામાં સંસ્‍થાકીય સુવાવડ વગેરે જેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવે છે. જેના કારણે માતાઓમાં બીમારી અને મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક લાખ સુવાવડે માતા મૃત્‍યુ દર ૧૦૦થી નીચે લઇ જવાના લક્ષ્યાંક અન્વયે વર્ષ ર૦રર-‘૨૩ દરમિયાન ડીસેમ્બર-‘રર અંતીત ૮૬૩૦ પ્રસૂતિ સરકારી દવાખાનામાં કરવામાં આવી છે.

બાળ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બાળ મૃત્‍યુ દર ઘટાડવા માટે દવાખાનામાં બાળકનો જન્‍મ થવો, બાળક એક વર્ષનું થાય તે પહેલા સંપુર્ણ રસીકરણ, બાળકને જન્‍મ બાદ તુરંત જ તેમજ છ માસ સુધી ફકત માતાનું ધાવણ આપવું તેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના કારણે જિલ્‍લાના બાળ મૃત્‍યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બાળ મૃત્‍યુ દર ઘટાડીને દર ૧૦૦૦ જન્‍મે ૩૦થી નીચે લઈ જવાના ધ્‍યેય મુજબ ર૦રર-‘ર૩ દરમિયાન ડીસેમ્બર માસ અંતીત ૨૨,૯૮૫ બાળકોનું સંપુર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે. તેમ આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!