SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘરફોડ ચોરી કરનાર ટુકડી સામે ગેંગ કેસ દાખલ

તા.01/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ નાઓની સુચના મુજબ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશકુમાર દુધાતઓએ જીલ્લામાં બનતા ધરફોડ ચોરી, વાહન ચોરી, લુંટ, ઘાડ સહિતના મિલ્કત વિરૂધ્ધના બનાવો અટકાવવા માટે તેમજ આવા ગુન્હાઓ આચરનાર ઇસમો વિરૂધ્ધ ખાસ એકશન પ્લાન તૈયાર કરી,અસરકારક કાર્યવાહી કરવા માટે એલ.સી.બી. પીઆઇ વી.વી.ત્રિવેદીનાઓને સુચના તથા માર્ગદર્શન આપેલ જે અન્વયે એલ.સી.બી. પીઆઇ વી.વી.ત્રિવેદીનાઓ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લામાં ચોરીઓને અજામ આપનાર ઇસમો વિરૂધ્ધ જરૂરી વર્ક આઉટ કરી, ચોરીઓને અંજામ આપનાર ઇસમોની ગુનાહીત ભુમિકા ઇ-ગુજકોપ ના ડેટામાં સર્ચ કરવામાં આવેલ જેમાં નીચે મુજબના રીઢા ધરફોડીયા ચોર ટોળકીના સાગરીતો અગાઉ રાજમહેલ ચોરી તેમજ ધરફોડ ચોરીમાં સંડોવાયેલ હોવાનું જણાયેલ હતું અગાઉ રાજમહેલ તથા ઘરફોડ ચોરીઓના ગુન્હાને અંજામ આપનાર ચોર ટોળકીના સાગરીતો,કાટીયો નરશીભાઇ વીરમગામીયા રહે.ધ્રાંગધ્રા, જડેશ્વરની પાછળ, ધોબીધાટ પાસે,દીલીપભાઇ પોપટભાઇ કુંઢીયા રહે.ધ્રાંગધ્રા, હળવદ હાઇવે તા.ધ્રાંગધ્રા,નવધણભાઇ પોપટભાઇ દેવીપુજક હળવદ હાઇવે, રહે ધ્રાંગધ્રા,અરૂણભાઇ વજુભાઇ વિરમગામીયા રહે.નારોલ, અમદાવાદ. ઉપરોકત ચારેય ચોરટોળકીના સાગરીતો નીચેમુજબના ધરફોડ ચોરીઓમાં સંડોવાયેલહતા,લીંબડી પો.સ્ટે. ગુ.ર.નં.11211031220029/2022 ઇ.પી.કો કલમ 454, 457, 380,વઢવાણ પો.સ્ટે. ગુ.ર.નં. 0079/2017 ઇ.પી.કો. કલમ 457, 380, 114 મુજબ,ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે.ગુ 2ને 1121101 6200506/2020 ઇ.પી.કો. કલમ 457, 380, 114 અગાઉ ધરફોડ ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ ઇસમોની ગુનાહિત ભુમિકા ગુજરાત સરકારના ઇ-ગુજકોપ હેઠળના ડેટામાં સંગ્રહ કરવામાં આવેલ હોય, જે ઇ-ગુજકોપ ડેટા સર્ચ કરી. આ કામના આરોપીઓ રીઢા ચોર ટોળકીના તમામ સાગરીતોએ એકબીજા સાથે મળી પ્રિ પ્લાનીંગ કરી પોતાનો સમાન ઇરાદો પારપાડવા અનેપોતાના આર્થિક ફાયદા માટે દરેક બનાવસ્થળોની અગાઉથી રેકી કરી અલગ અલગ સમયે અલગ અલગ ગુનામાં સાગરીતો સાથે રહી ઘરફોડ ચોરીઓના ગુના આચરી ચોર ટોળકી બનાવી ઘરફોડ ચોરીઓના ગુનાઓને અંજામ આપેલ હોય જે મજકુર આરોપીઓના ગુનાહીત ઇતિહાસ મેળવી આ ચોર ટોળકીના સભ્યોની મિલ્કત સબંધી ગુનાહીત પ્રવૃતિ ઉપર નિયંત્રણમાં લાવવા માટે ગેંગના સભ્યો વિરુધ્ધ એલ.સી.બી.પીઆઈ વી.વી.ત્રિવેદી નાઓ દ્વારા ગેંગકેસની ફરીયાદ ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે.માં રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!