JETPURRAJKOT

જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને અનુ.જાતિ કલ્યાણ કચેરીની વિવિધ સમિતિઓની સમીક્ષા બેઠક યોજાઈ

તા.૧ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સરકારી યોજનાનો લાભ વધુને વધુ લોકોને મળે તે સુનિશ્ચિત કરવાનું અધિકારીશ્રીઓને સુચન કરતાં કલેકટરશ્રી

નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણ કચેરીની વિવિધ સમિતિની કામગીરી અંગે સમીક્ષા બેઠક આજરોજ રાજકોટ કલેકટરશ્રી અરૂણ મહેશબાબુના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં કલેકટરશ્રીએ મેન્યુઅલ સ્કેવેન્જર્સ(શહેરી–ગ્રામ્ય), જિલ્લા તકેદારી સમિતિ (શહેર), જિલ્લા અનુ.જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિ, જિલ્લા સરકારી વકીલશ્રીની સમિતિઓ વગેરેની કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં પડતર પ્રશ્નોના નિકાલ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, સફાઈ કામદારોને મળતાં લાભો અને સુરક્ષા સહિતની વિવિધ કામગીરી અને યોજનાઓ અંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે કામગીરીની વિગતવાર ચર્ચા કરી હતી. તેમજ સરકારી યોજનાઓનો લાભ વધુને વધુ લોકોને મળે તે સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓને કલેકટરશ્રીએ સુચના આપી હતી.

આ તકે અનુ.જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામકશ્રી ચંદ્રવદન મિશ્રાએ સંબંધિત અધિકારીશ્રીઓને સફાઈ કામદારોનું સમયાંતરે મેડીકલ ચેકઅપ, એજ્યુકેશન, સફાઈ કામદારો સેફટીના સાધન સાથે સફાઈની કામગીરી વગેરેની સ્થળ મુલાકાત લઈને સુપરવિઝન કરવા જણાવ્યું હતું.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.એસ.ઠુમર, વિજીલન્સ અધિકારીશ્રી રૂપારેલીયા, જિલ્લા સમાજ કલ્યાણ (પંચાયત) અધિકારીશ્રી અતુલ છાસિયા, પી.જી.વી.સી.એલ., પાણી પુરવઠા, આઈ.સી.ડી.એસ, વન વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!