NANDODNARMADA

વડીયા જકાતનાકા થી દેવનારાયણ સોસા. સુધી રૂ.૫૦ લાખના ખર્ચે રસ્તો બનશે : ભૂમિપૂજન સાથે ખાતમુહૂર્ત કરાયું

વડીયા જકાતનાકા થી દેવનારાયણ સોસા. સુધી રૂ.૫૦ લાખના ખર્ચે રસ્તો બનશે : ભૂમિપૂજન સાથે ખાતમુહૂર્ત કરાયું

રાજપીપલા : જુનેદ ખત્રી

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (૨૦૨૧-૨૨) હેઠળ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે અંદાજે રૂ. ૫૦ લાખના ખર્ચે નિર્માણાધિન વડિયા જકાતનાકાથી દેવનારાયણ સોસાયટીને જોડતા રોડનું ભૂમિપૂજન સાથે ખાતમુહૂર્ત કરતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ માર્ગના નિર્માણ થકી હવે વડીયા, કરાઠા, થરી, લાછરસ વગેરે ગામોને આવાગમન માટે વધુ લાભ મળશે.

વડિયા રોડના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય ડો. દેશમુખે જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી પ્રસંગે સરકાર દ્વારા થઈ રહેલા અનેકવિધ વિકાસના કામોનો લ્હાવો લોકોને મળ્યો છે. આજરોજ પ્રજાના હિતમાં રૂ. ૫૦ લાખના ખર્ચે મંજૂર થયેલા માર્ગ ગ્રામજનો માટે ખુબ ઉપયોગી નિવડશે. સરકાર સાથે પ્રજાજનોની ઉત્સાહભેર ભાગીદારી વિસ્તાર સહિત જિલ્લાના વિકાસની ગતિને વધુ વેગવાન બનાવશે, તેમ જણાવતા ડો. દેશમુખે સરકાર દ્વારા થતા વિકાસલક્ષી કાર્યોમાં લોકોને ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી. વધુમાં કોઈ પણ કારણોસર ઉભી થતી સમસ્યા કે પ્રશ્નોનું સંપૂર્ણપણે નિરાકરણ લાવવા માટે ગ્રામજનોને વિશ્વાસ અપાવ્યો હતો.

આ ખાતમુહૂર્ત વેળાએ ધારીખેડા સુગર ફેક્ટરી અને દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે પણ પોતાના સંબોધન દરમિયાન, સરકાર દ્વારા નિર્મિત સંપૂર્ણ મિલકત એ આપણી જ વિરાસત છે, તેમ લોકોમાં સમજ કેળવીને પોતાની જવાબદારીઓ અદા કરવા અંગે અપીલ કરી હતી. વધુમાં તેઓએ વિસ્તારના બાકી રહેલા તમામ કામોને સત્વરે પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!