JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢની આસ્થા હોસ્પિટલ ખાતે હવે એલર્જીથી કાયમી છુટકારા માટેની સારવાર ઉભી કરાઈ

એમ. ડી. પલ્મોનોલોજિસ્ટ એન્ડ ક્રિટીકલ કેર સ્પેશિયલિસ્ટ કક્ષાના ડોક્ટરો દ્વારા સચોટ નિદાન કરી સારવાર કરાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : તબીબી ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેનાર આસ્થા હોસ્પિટલ ખાતે હવેથી
જે લોકોને એલર્જી રહેતી હોય છે. અને વાતાવરણ માફક ન આવતા એમને ઘણી બધી શારીરિક તથા માનસિક પીડાનો ભોગ બનવાનુ થતું હોય છે.આવી પરિસ્થિતિઓમાં એલર્જીની તપાસ કરવાની થતી હોય છે. તો તેમના રિપોર્ટ બહાર મોકલવાના થતા હતા. હવે એ સગવડતા હોસ્પિટલમાં ઉભી કરવામાં આવી છે જેનાથી એક તબક્કે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આ સેવા આશીર્વાદરૂપ બની રહેશે .

ના ડૉ. ચિંતન યાદવ સીધા માર્ગદર્શન નીચે એમ. ડી. પલ્મોનોલોજિસ્ટ એન્ડ ક્રિટીકલ કેર સ્પેશિયલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા અને આ તપાસ એમ. ડી. પલ્મોનોલોજિસ્ટ એન્ડ એલર્જી ઈમ્યુનોથેરાપિસ્ટ સ્પેશિયાલિસ્ટ ડો.સોમ્યા યાદવ ની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવશે. ડૉ. સૌમ્યા યાદવે બેંગલોર ખાતે એલર્જીના નિદાન અને કાયમી સારવાર માટેની ખાસ તાલીમ મેળવેલ છે.

વિશેષમાં ડૉ.સૌમ્યા યાદવ દ્વારા જણાવવામાં આવેલું છે કે ઘણા ખરા લોકોને લાંબા સમયથી શિયાળો, ઉનાળો કે ચોમાસામાં વાતાવરણની તકલીફને કારણે છીંક આવવી, નાક વહેવું, શરદી, ઉધરસ, આંખમાં ખંજવાળ, લાલાસ, ચામડીની એલર્જી, શીળસ સહિતની અનેક તકલીફોનો ભોગ બનતા હોય છે. આવી પરિસ્થિતિમાં એમના રોગની એટલે કે એલર્જીની (subcuteneous સ્કિન પ્રિક ટેસ્ટ) ની તપાસ કરાવવી જરૂરી થતી હોય છે. આ તપાસ કરવાથી ખબર પડતી એલર્જી માટે sublingual immunotherapy (એલર્જી ની રસી) આપવા માં આવે છે. તેમાં દર્દીઓને કોઈપણ પ્રકારના ઇન્જેક્શન આપવામાં આવતા નથી. અને એની કોઈ પણ પ્રકારની આડસર થતી નથી. અને પીડિત દર્દીને આ રસી થી એલર્જીનો કાયમી ઈલાજ થઈ શકે છે. અને ઘરે પણ કરી શકાય તેવી તેમની સારવાર રહેતી હોય છે.
લોકોને આવી તકલીફ પડે ત્યારે લોકો ગેરમાર્ગે દોરાઈને લાખો રૂપિયા સુધીના સારવાર માટેના ખર્ચ કરતા હોય છે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે અગાઉના સમયમાં જૂનાગઢમાં સારવાર લેવી અત્યંત મુશ્કેલ અને ખર્ચાળ હતી જે હવે સંપૂર્ણ સામાન્ય ખર્ચમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર ને પરવડે તેવા સામાન્ય ખર્ચમાં હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે હોસ્પિટલના ડો.ચિંતન યાદવે જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલ નો મૂળ ઉદ્દેશ્ય કાયમ માટે તબીબી ક્ષેત્રને સેવાનું ક્ષેત્ર ગણવામાં આવે છે નઈ નફો નઈ નુકસાન ના ધોરણે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો આંસુ સારતા આવે છે અને સંપૂર્ણ સ્વસ્થ થઈ સમગ્ર પરિવાર સાથે હસતા મોઢે વિદાય લે છે આ તેમના આશીર્વાદ અમારા માટે મોટી કમાણી છે.
જો કોઈ ને એલર્જીની તકલીફ થી પીડાતા હોય તો આસ્થા હોસ્પિટલના ડૉ. સૌમ્યા યાદવની મુલાકાત વિના સંકોચે લેવા જણાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!