DHORAJIRAJKOT

ભૂતવડમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે નિ:શુલ્ક તાલીમ કોર્ષનો આવતી કાલથી પ્રારંભ

તા.૧ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ધોરાજી તાલુકાના ભૂતવડ ગામે શ્રી સરસ્વતી શિક્ષણ મહાવિદ્યાલય બી.એડ.કોલેજ ખાતે તા. ૦૨ ફેબ્રુઆરીના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે નિ:શુલ્ક તાલીમ કોર્ષનો પ્રારંભ થશે. જેનું ઉદઘાટન ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા અને પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવશે.

રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા અનુસુચિત જનજાતિના સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારો માટે ૩૦ દિવસીય નિઃશુલ્ક તાલીમ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાલીમાર્થીઓને રહેવા તથા જમવાની સગવડો નિઃશુલ્ક આપવામાં આવશે. ખાસ ફોર્સની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં માટે શૈક્ષણિક તથા શારીરિક તૈયારીઓ આ તાલીમ દરમ્યાન કરાવવામાં આવશે. આ તાલીમમાં ૫૩ જેટલા નોકરી વાંચ્છુક ઉમેદવારો જોડાઇ રહયા છે.

રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિંગોળદાન રત્નુ દ્વારા આ તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!