HIMATNAGARSABARKANTHA

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા ઓનલાઇન અરજી કરવાની તારીખ લંબાવી તા. ૮ ફેબ્રુઆરી ૨૦૨૩ કરાઇ

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા ઓનલાઇન અરજી કરવાની તારીખ લંબાવી તા. ૮ ફેબ્રુઆરી ૨૦૨૩ કરાઇ

 

***

વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ ૬ માં પ્રવેશ માટેની જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા- માટે તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ સુધી અરજી કરવાની હતી જે તારીખ લંબાવી તા. ૮ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી ઓનલાઈન અરજીઓ કરી શકાશે.

જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાની વિરપુર જવાહર નવોદય વિદ્યાલય ખાતે વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન ધોરણ ૬ માં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા તા. ૨૯ એપ્રિલ ૨૦૨૩ના રોજ યોજાશે.

ચાલુ શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩માં સાબરકાંઠા જીલ્લાની કોઈપણ સરકારી/સરકારમાન્ય શાળામાંથી ધોરણ ૫નો અભ્યાસ કરતા હોય, સરકારી/સરકારમાન્ય શાળામાંથી ધોરણ-૩ અને ૪ માં પુરા સત્રનો અભ્યાસ કરેલો હોય અને પાસ કરેલ હોય તથા તા. ૦૧ મે ૨૦૧૧ અને ૩૦ એપ્રિલ ૨૦૧૩ (બન્ને દિવસો સમાવિષ્ટ) વચ્ચે જ જન્મેલા હોય તેવા ઉમેદવારો આ પ્રવેશ પરીક્ષા આપી શકશે.

આ પ્રવેશ પરીક્ષા આપવા માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ https://navodaya.gov.in પર વિનામૂલ્યે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ચાલુ થઇ ગયેલ છે, અને આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. ૮ ફેબ્રુઆરી ૨૦૨૩ કરવામાં આવી છે. અન્ય કોઈ માહિતી/માર્ગદર્શન માટે આ વિદ્યાલય નો સંપર્ક કરવા જવાહર નવોદય વિદ્યાલય ઇડર વિરપુર આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ જયંતિ પરમાર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!