IDARSABARKANTHA

સાબરકાંઠાના ઈડરમાં લગ્ન સમારંભ દરમિયાન અપાયેલા તૈયાર ફૂડના પગલે 50થી વધારે લોકો ફૂડ પોઈઝનિંગ ના શિકાર બન્યા

સાબરકાંઠા…

એક તરફ લગ્ન સિઝન ચાલી રહી છે તો બીજી તરફ ખાનગી પેઢીઓ દ્વારા અપાતા તૈયાર ફૂડના પગલે પોઈઝનિંગ ની સમસ્યાઓ પણ વધવા લાગી છે ત્યારે ગતરોજ રાત્રે સાબરકાંઠાના ઈડરમાં લગ્ન સમારંભ દરમિયાન ખાનગી પેઢી દ્વારા અપાયેલા તૈયાર ફૂડના પગલે 50થી વધારે લોકો ફૂડ પોઈઝનિંગ ના શિકાર બન્યા છે જોકે હાલમાં બે વધુ વ્યક્તિઓ સારવાર હેઠળ છે…

સાબરકાંઠાના ઈડર પંથકમાં હાલમાં લગ્ન સિઝન ચાલી રહી છે તેમજ લગ્ન સિઝન ના પગલે લોકો ખાણીપીણી માટે છેલ્લા કેટલાક સમયથી તૈયાર ફૂડ અપાવવાના પગલે રહ્યા છે જોકે ગતરોજ ઈડરમાં લગ્ન સિઝન દરમિયાન તૈયાર ફૂડ આપનારી ખાનગી પેઢી દ્વારા બાસુંદી આપવામાં આવી હતી જોકે અચાનક તૈયાર કરાયેલી બાસુંદીના પગલે એકસાથે 50 થી વધારે લોકો માટે આ ખોરાક દુઃખનું કારણ બની હતી અચાનક થયેલા ફૂડ પોઝિશનિંગના પગલે તમામ લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં ઈડર સહિત વધુ સારવાર માટે હિંમતનગર ની ખાનગી હોસ્પિટલમાં દર્દી ઓ ને સારવાર આપવામાં આવી હતી જેમાંથી હાલમાં બે બાળકો સારવાર હેઠળ છે તેમજ અન્ય લોકોને વિવિધ હોસ્પિટલોમાં ભરતી કરાવાયા છે. ત્યારે ઈડર માં આવેલી ભવાની રસ મલાઈ નામની ખાનગી પેઢી દ્વારા અપાયેલા આ ફૂડ અંતર્ગત પરિવારજનો સહિત સ્થાનિકોમાં પણ ભારે રોષ વ્યાપ્યો છે…

જોકે એક તરફ દિન પ્રતિદિન લગ્ન સિઝન દરમિયાન વિવિધ ખાનગી પેઢીઓ દ્વારા સ્થાનિક લોકોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે તો બીજી તરફ જિલ્લાનું ફૂડ નિયમન તંત્ર ખાડે ગયું છે અને આવી કોઈ ઘટના બને તો માત્ર તપાસ કરવાની વાતો કરતા હોય છે બિલાડી ના ટોપ ની જેમ ભૂલી નીકળેલા ખાનગી પેઢીઓ જિલ્લામાં ચાલી રહ્યો છે ત્યારે આજદિન સુધી આવી પેઢીઓ ઉપર કોઈ તપાસ ન કરાતા લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે ક્યારે આવા લોકો સામે પગલાં લેવાય તે સમયની માંગશે ત્યારે જોવું એ રહે છે અને કેટલા પગલાં લેવાય છે…

રિપોર્ટર:- જયંતિ પરમાર

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!