INTERNATIONAL

હવે લગ્ન વિના પણ કરી શકશો સંતાન

ચીને એક એવો અજીબોગરીબ નિયમ બનાવ્યો છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો. એવું માનવામાં આવે છે કે, ચીન તેની ઘટતી વસ્તીથી ખૂબ જ ચિંતિત છે. હવે તે તેને વધારવા માટે નવા પગલાં લઈ રહ્યો છે. નવા નિયમ મુજબ હવે દક્ષિણ પશ્ચિમ રાજ્ય સિચુઆનમાં યુગલો લગ્ન વિના પણ સંતાન પ્રાપ્ત કરી શકશે. તેમને પણ એ જ લાભ આપવામાં આવશે, જે પરિણીત યુગલ અને તેમના બાળકોને મળે છે. અહેવાલ મુજબ નવા નિયમ અનુસાર યુગલો લગ્ન કર્યા વિના પણ સંતાન પ્રાપ્ત કરી શકશે. જેને સરકારે મંજૂરી આપી દીધી છે.

2019ના નિયમ અનુસાર માત્ર પરિણીત લોકોને જ બાળકો પેદા કરવાની મંજૂરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચીનમાં જન્મ દર અને લગ્ન દરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે સરકારે આ નિર્ણય લીધો છે.

નવો નિયમ ફેબ્રુઆરીમાં લાગુ થશે

આ નિયમ 15 ફેબ્રુઆરીથી લાગુ થશે. સિચુઆન વિસ્તારમાં, જો કોઈ દંપતિ લગ્ન વિના સંતાન મેળવવા માંગે છે, તો તેઓએ પહેલા સ્થાનિક સરકાર પાસે જઈને તેમની નોંધણી કરાવવી પડશે. જો કે, સરકારે તેઓ પેદા કરી શકે તેવા બાળકોની સંખ્યા પર ઘણી મર્યાદાઓ નક્કી કરી નથી. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જે અપરિણીત દંપતી રજીસ્ટ્રેશન કરાવશે તેમને પ્રસૂતિ વીમો પણ આપવામાં આવશે. આ કપલને પણ પરિણીત કપલની જેમ મેટરનિટી લીવ મળશે. રજા દરમિયાન મહિલાઓને તેમનો સંપૂર્ણ પગાર પણ આપવામાં આવશે.

ચીને 1980માં વસ્તીને નિયંત્રિત કરવા માટે એક બાળકની નીતિ લાગુ કરી હતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિચુઆનના હેલ્થ કમિશને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, વસ્તી વધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દાયકાઓમાં પ્રથમ વખત ચીનની વસ્તીમાં ઘટાડો થયો છે. તેને વધારવા માટે હવે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચીને 1980માં વસ્તીને નિયંત્રિત કરવા માટે એક બાળકની નીતિ લાગુ કરી હતી. તેને વર્ષ 2015માં દૂર કરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે, આ નિયમના કારણે ચીનની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!