BHUJKUTCH

અર્થ વ્યવસ્થા માટે સંજીવની રૂપ બજેટ – સાંસદશ્રી વિનોદ ચાવડા.

1-ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- વર્ષ ૨૦૨૩/૨૪ માટે કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી એ સાંસદ સમક્ષ સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ થી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી નાં માર્ગદર્શન અને નેતૃત્વમાં કેન્દ્ર સરકારે આવનાર ૨૫ વર્ષનાં દેશની દિશા રજૂ કરી છે. આર્થિક મોરચે પ્રગતિ, નાગરિકોનું જીવન ધોરણ બદલવા, દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયાની વ્યવસ્થાઓ કેવી રીતે બદલાવ આવશે તેની મહત્વની દિશા રજૂ કરતું બજેટ આવકાર્ય અને પ્રશંસનીય છે. બજેટના પગલે સ્ટાર્ટઅપ રોજગારીની તકો, મેક ઇન ઈન્ડિયા ને બળ મળશે. દેશ જ્યારે અમૃતકાળ માં પ્રવેશ કરી ચૂક્યું છે ત્યારે દેશનાં આગામી ૨૫ વર્ષો વિકાસ અને પ્રગતિનો આધાર નક્કી કરવાના મોદીજીનાં આ પ્રયત્નો દેશ હમેશા યાદ રાખશે તેમ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું  આઝાદી ના અમૃતકાળ નું પ્રથમ બજેટ રજૂ કરતાં વિતમંત્રી દરેકને આર્થિક મજબૂતી મળે અને ભારત તેજીથી વિકાસતરફ અગ્રકુચ કરે તેવું સમવાયી બજેટ રજૂ કરેલ છે. રેલ્વે માટે ૨.૪૦ લાખ કરોડ, ૧૫૭ નવી નર્સિંગ કોલેજ, ૫૦ નવા એરપોર્ટ, બુનિયાદી ઢાંચા સવલત માટે ૧૦ લાખ કરોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિના ક્ષેત્રમાં ભારતને મીલેટસ હબ બનાવવા, પી.એમ. વિશ્વકર્મા કૌશલ સન્માન, ગ્રામીણ મહિલાઓ માટે સેલ્ફ હેલ્પ ગ્રૂપ, એગ્રીકલ્ચર એક્સિલેટર ફંડ, રોજગાર વધારવા, કે વાય સી પ્રોશેસ સરળતા, ડિઝિટલ સિસ્ટમ વધારવા, મિશન કર્મયોગી કેન્દ્ર અને રાજ્ય ઓનલાઈન ટ્રેનીંગ પ્લેટફોર્મ લોન્ચ કરાશે, ગ્રીન ગ્રોથ પર સરકારનું ફોક્સ, ટુરિઝમ ને મહત્વ, હાઈડ્રોજન મિશન માટે ૧૯૭૦૦ કરોડ, ઇન્કમ ટેક્ષ રાહત, મહિલા સન્માન બચત પત્ર સેવિંગ સ્કીમ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના સાથે સાથે વિદેશોમાં નોકરી ના સપના જોતાં યુવાનો માટે સશક્તિકરણ, વૃધ્ધો – બાળકો – આરોગ્ય દરેક ક્ષેત્ર બજેટ માં પ્રાવધાન કરેલ છે તેમ સાંસદ શ્રી વિનોદ ચાવડાએ બજેટને આવકરતા જણાવ્યું હતું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!