GIR SOMNATHKODINAR

કોટડા પ્રાથમિક શાળામાં બાળકાયદો એટલે શું?એ વિશે શિબિર યોજાઈ.

તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા પ્રાથમિક શાળા કોટડા મુકામે.શાળાના બાળકોને કાયદો એટલે શું.અને કાયદાની જરૂરિયાત શું. તેમજ છાત્રો ને કાયદો એ બધા માટે સમાન સે, દરેક વ્યક્તિ કાયદાના બંધન માં બંધાયેલો છે.તેમ જણાવ્યું હતું તેમજ બાળકોના જુદાજુદા અધિકારો અને કાયદાઓ વિશે પ્રાથમિક સમજ આપવામાં આવી હતી.તેમજ બાળકો ના વિવિધ રક્ષણાત્મક અધિકારો,પૉસ્કો એક્ટ અને બાળકોને પોતાના સ્વ રક્ષણ માટે જુદા જુદા અધિકારો વિશે જણાવ્યું હતું . તેમ જાણવામાં આવ્યું હતું તેમજ કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.લીગલ સેક્રેટરીશ્રી ભાવિન જેઠવાના માર્ગદર્શન હેઠળ જેમાં હાજર રહેલ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા,મોહિત દેસાઈ,રવિ સોસા તેમજ આચાર્ય શ્રી નિર્મલાબેન વાઢેલ શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!