MAHISAGARSANTRAMPUR

“આસ્વાદ સાહિત્ય મંડળીનો “કલેશ્વરી મુકામે કુદરતી સાનિધ્યમાં જ્ઞાનગોષ્ઠિ કાયઁક્રમ યોજાયો. “

રિપોર્ટર
અમિન કોઠારી
સંતરામપુર

“આસ્વાદ સાહિત્ય મંડળીનો “કલેશ્વરી મુકામે કુદરતી સાનિધ્યમાં જ્ઞાનગોષ્ઠિ કાયઁક્રમ યોજાયો. ”

 

 

29 જાન્યુઆરીના રોજ વોટસેપ
” આસ્વાદ ” મંડળીના એકત્રીસ સભ્યો પોતાની મંડળીને એકવષઁ પૂણઁ થતાં મહીસાગર જિલ્લામાં લુણાવાડા નજીક ” કલેશ્વરી ” ઐતિહાસિક સ્થળે કુદરતી સાનિધ્યમાં જ્ઞાનગોષ્ઠિ આનંદોત્સવ માણવા આયોજન કરવામાં આવેલ

જોગાનુજોગ મહીસાગર જિલ્લાના સન્માનનિય કલેકટર શ્રીએ મુલાકાત પણ લીધી હતી. વળી ત્યાં ચિત્રકારોના ત્રિદિવસીય સેમિનારનો અંતિમ દિવસ હતો. કુદરતે કલેશ્વરી સાનિધ્યમાં જાણે ત્રિવેણી સંગમ સર્જ્યો હતો.
ઘણા બધા કલાકારો શિલ્પોની કૃતિમાં મગ્ન બની પોતાના હ્રદયના રંગો પૂરી આબેહૂબ સજઁન કરતા નિહાળતાં આસ્વાદ મંડળીના સાહિત્ય સજઁકોએ કલાની જીવંતતાને અનુભવી હતી.

કલેકટર શ્રીએ પદ્મશ્રી ડૉ. પ્રવીણ દરજી સાથે અને આસ્વાદ માણતા સભ્યો સાથે મુલાકાત કરી હતી. જે સાહિત્ય સજઁકોને ચિરસ્મરણિય રહેશે.
ચિત્ર સેમિનારના અધ્યક્ષ શ્રી રમણીક ભાઈએ પદ્મશ્રી ડૉ. પ્રવીણ દરજી અને આસ્વાદ મંડળીના સભ્યોને ચિત્રકારો સાથે મુલાકાત ગોઠવી સન્માન કરી સાહેબને પ્રાસંગિક પ્રવચન કરવા જણાવતાં પદ્મશ્રી ડૉ. દરજી કલાકૃતિ, કલાકારના સબંધ, અને સજઁન વિષે વિસ્તૃત માહિતી આપતાં સૌ કલાકારો આનંદીત થયા હતા.

Back to top button
error: Content is protected !!