DHRANGADHRASURENDRANAGAR

જસાપરનાં ખેડૂતની એસ.પી.ને હ્દય સ્પર્શી રજુઆત પાંચ દિવસ પહેલાં ખેડૂતનાં એરંડાની થયેલ હતી ચોરી

તા.02/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ધાંગધ્રાનાં જસાપર ગામના ખેડૂત મહેશભાઈ ધરમશીભાઈ પટેલની વાડી પરથી રાત્રી દરમિયાન એરંડાનાં તૈયાર પાકની ચોરી થવા પામી હતી આ બાબતે ખેડૂત દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારે ખેડૂતને દોઢ લાખ રૂપિયાનાં એરંડાની ચોરી થતાં અને આજદિન સુધી ચોર પોલીસની પકડમાં ન આવતાં ખેડૂત હિંમત હારી ગયા હતા અને આ બાબતે સુરેન્દ્રનગર જીલ્લા એસ.પી.ને એક હ્દય સ્પર્શી રજુઆત કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે આ એરંડા વેચીને તેઓનાં પત્નીનું કમ્મરનું ઓપરેશન કરાવવાનું હતું તે હાલ અટકી પડેલ છે અને દિકરી અભ્યાસ બોર્ડીગ માં કરે છે તેની ફી ભરવાની બાકી છે અને પત્નીનાં સોનાનાં ઘરેણાં ઉપર લોન લીધેલ હોય તેની પણ હરરાજી બેંક કરશે કારણ કે આ ચોરી થી મારી પાસે કોઈ રૂપિયા આવે તેમ નથી અને પત્નીની માનસિક સ્થિતિ બગડી જવા પામી છે આ ઉપરાંત ખેતર ખેડ માટે ટ્રેકટર દવા બિયારણ લાઈટ બીલ તમામ નાણાં ચુકવવાનાં બાકી છે ત્યારે તૈયાર એરંડાનાં પાકની ચોરી થતાં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે અને એસ.પી.ને રજુઆત કરી હતી કે તાત્કાલિક ધોરણે આ ચોરને પકડીને મારા એરંડાની જે ચોરી થઇ છે તે મને મળે તે માટે મારી અરજ છે પંથકમાં ખેડૂતોનાં પાકની ચોરીનાં બનાવો દિનપ્રતિદિન વધતાં જાય છે ત્યારે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવે અને ચોરી કરનાર શખ્સને ઝડપી પાડવામાં આવે તો જ આ ચોરીનો સિલસિલો બંધ થાય તેમ છે રાત્રીનાં ઉજાગરા કરી પાણી વાળી સતત ચાર માસ સુધી મહેનત કરી હોય અને પાક તૈયાર થાય ત્યારે ચોરી થતાં ખેડૂતો હિંમત હારી જાય છે અને દેવામાં વધું ડૂબે છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!