MAHISAGARSANTRAMPUR

મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે પેરોલ જમ્પ ના નાંસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

રીપોટર …
અમિન કોઠારી
સંતરામપુર

પેરોલ જમ્પના નાસતા ફરતા આરોપીને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી ચિરાગ કોરડિયા તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટ સાહેબનાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના કરેલ હોય જે અન્વય મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ.આર.ડી.ભરવાડ તથા પો.સ.ઇ.કે.સી.સિસોદિયાના સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ હતી.તે
દરમિયાન એલ.સી.બી. સ્ટાફના પોલીસના માણસો જયારે કોઠંબા વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમ્યાન સ્ટાફના અહેકો રાજેશભાઇ કોદરભાઇનાઓને બાતમી હકીકતથી જાણવા મળેલ કે વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા પાકા કામનો કેદી ગુલાબસિંહ સ્વરૂપસિંહ સોલકી રહે. થાણા સાવલી, બળીયાદેવ ફળીયુ. તા. લુણાવાડા મહીસાગરનાને પેરોલ રજા પુરી થતા જેલ ખાતે હાજર થવાનુ હતુ પરંતુ હાજર થયેલ નહીં અને ધરપકડ ટાળવા સારૂ નાસતો ફરે છે તેવી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા સદર પાકા કામનો નાસતો ફરતો કેદી મળી આવતા તને ઝડપી પાડી હસ્તગત કરી વડોદરા મધ્યથ જેલમાં મોકલી આપવા તથા આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે કોઠંબા પો.સ્ટે. સોંપવામાં આવેલ હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!