NANDODNARMADA

માંડણ ગામેથી ગેરકાયદેસર ખેરના લાકડા ભરેલ બોલેરો પિકપ ઝડપાઈ

માંડણ ગામેથી ગેરકાયદેસર ખેરના લાકડા ભરેલ બોલેરો પિકપ ઝડપાઈ

વન વિભાગ અને નર્મદા પોલીસ દ્વારા ખેરના લાકડા સહિત ૨.૮૦ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

રાજપીપળા: જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામેથી ગેરકાયદેસર ખેરના લાકડા ભરેલ બોલેરો પીકપ ગાડી સાથે બે આરોપીઓને વન વિભાગ અને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે

પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના માંડણ ગામ પાસેથી ગેરકાયદેસર ખેરના લાકડા ભરેલ બોલેરો પિકપ ગાડી પોલીસ અને વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવી છે પ્રાથમિક માહિતી મુજબ ચિકદા ગામેથી ખેરના લાકડા ભરી ગાડી રાજપીપળા તરફ આવતી હતી ત્યારે માંડણ ગામ પાસે ગાડીને અટકાવી પૂછપરછ કરતા જરૂરી પરવાનગી કાગળ નહીં મળતા ડ્રાઇવર અને ક્લીનરની અટક કરી બોલેરો પીકપ ગાડી GJ 22 U 2018 અને ખેરના લાકડા 110 નંગ 1.934 ઘન મીટર કિંમત રૂ. 80,000/- બોલેરો પિકપ ગાડીની કિંમત રૂ. 2,00,000/- મળી કુલ રૂ. 2.80 લાખનો મુદ્દા માલ કબજે કરી આરોપીઓ રૂપસંગ ગંભીર વસાવા અને નાનસિંગ નવા વસાવાને અટક કરી પોલીસ અને વન વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!