LIMBADISURENDRANAGAR

લીંબડીના બલદાણા પાસે થયેલા અકસ્માતમાં ચાલક સામે ગુનો નોંધાયો.

તા.03/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

લીંબડીના બલદાણા પાસે થયેલા અકસ્માતમાં ચાલક સામે ગુનો નોંધાયો હાઇકોર્ટની મુદતે જતા સમયે ટ્રાવેલ્સ સાથે પોલીસવાન અથડાઇ હતી રાજકોટથી હાઈકોર્ટના કામે નારી સંરક્ષણ ગૃહના કર્મી અને પોલીસ પાર્ટી અમદાવાદ જતી હતી ત્યારે લીંબડી હાઈવે પર બલદાણા પાસે પોલીસ વાનને ગમખ્વાર અકસ્માત થયો હતો આ બનાવમાં ચાલક સામે વઢવાણ પોલીસ મથકે અકસ્માત અંગેની ફરિયાદ નોંધાઈ છે રાજકોટ નારી સંરક્ષણ ગૃહના વૈશાલીબેનને અમદાવાદ હાઈકોર્ટમાં રજુ રખાવવાના હોય કર્મીઓ અને પોલીસ પાર્ટી રાજકોટથી અમદાવાદ જવા નિકળી હતી.ત્યારે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર બલદાણા ગામના પાટીયા પાસે આગળ જતી ટ્રાવેલ્સ પાછળ પોલીસની વાન ભટકાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં એમ.ટી.નોંધાવતા વધુ તપાસ બીટ જમાદાર વિભાગના ચાલક કીશન હર્ષદભાઈ જોષી, વૈશાલીબેન,પીસી દેવેન્દ્રકુમાર અઘારા,મહીલા પોલીસ કર્મી પુજાબા, નારી સંરક્ષણ કેન્દ્રના અધીકારી ગીતાબેન, કુલદીપ સિંહને ઈજાઓ પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા અકસ્માતના આ બનાવની વઢવાણ પોલીસ મથકે દેવેન્દ્રકુમાર અઘારાએ એમ.ટી. વિભાગના ચાલક કીશન હર્ષદભાઈ જોષી સામે ફરીયાદ નોંધાવતા વધુ તપાસ એ. વી. દવે ચલાવી રહ્યા છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!