NAVSARIVANSADA

વાંસદામાં વીસ મિનિટમાં દીપડો બે યુવક ઉપર ત્રાટક્યો..

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ – વાંસદા,

વાંસદામાં વીસ મિનિટમાં દીપડો બે યુવક ઉપર ત્રાટક્યો..

વાંસદા દક્ષિણ ગુજરાતના ગામોમાં દીપડાનો આંતક વધી ગયો છે. નવસારી, ડાંગના જંગલોમાંથી દીપડો ગમે ત્યારે ખેતરોમાં ચઢી આવે છે અને પશુ, મનુષ્યો પર હુમલો કરે છે. આવી જ ઘટના વાંસદામાં બની છે. અહીં માત્ર 20 મિનીટના ટૂંકા સમયગાળામાં હિંસક દીપડાએ બે યુવકો પર હુમલો કરી તેઓને લોહીલુહાણ કરી દીધા હતા. જોકે, બંને યુવકોએ હિંમતભેર દીપડાનો સામનો કરતા તેઓના જીવ બચી ગયા હતા.

વાંસદા તાલુકાના સિણધઈ ગામે રાજમલા ફળિયામાં રહેતા દાઉદ મુસાભાઈ માંકડાની જમીનમાં ખેતીના કામ માટે મજૂરો રાખવામાં આવ્યા હતા. જે પૈકી મજૂર યશવંત રાઠોડ ખેતી કામ માટે જઈ રહ્યા હતા તે દરમિયાન સવારે આશરે 9: 30 વાગ્યાના અરસામાં દિપડાએ તેમની ઉપર હુમલો કરી જમણા હાથ ઉપર બચકા ભરી લોહી લુહાણ કરી ગંભીર રીતે ઘાયલ કરતા તેમને કોટેજ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમને હાથ ઉપર આઠથી દશ ટાંકા લેવા પડ્યા હતા…

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!